ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોર્ચા દ્વારા મમતા બેનરજીનાં વિરોધમાં પુતળા દહન કરાયું

0

બક્ષીપંચ સમાજના હિતમાં આપેલા કોલકતા હાઇકોર્ટના ચુકાદોનો પશ્ચિમ બંગાળના તુણમુલ કોંગ્રેસ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયકની સુચનાથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ પાર્ટીના આગેવાનો અને બક્ષીપંચ સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં ઝાંસીની રાણીનાં સ્ટેચ્યુ પાસે મમતા બેનર્જીના પૂતળા દહનનો કાર્યક્રમ અને ભાગલા પાડોને રાજ કરો એવી માનસિકતા ધરાવતી નીતિનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમાં ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, મહામંત્રી મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદગેરા, બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયસિંહ ઝાલા, મંહામત્રી વનરાજભાઈ સુત્રેજા, પુંજાભાઈ સિસોદિયા, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય નિરૂબેન કાંબલીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે.ચાવડા, કોર્પોરેટરઓ લલિતભાઈ સુવાગીયા, નટુભાઈ પટોળીયા, હિતેશભાઈ ઉદાણી ઉપપ્રમુખ મુન્નાભાઈ ઓડેદરા, રમેશભાઈ બાવળીયા, લાલજીભાઈ અમરેલીયા, મંત્રી વિનુભાઇ ડાંગર, સંગઠન હોદ્દેદારો, મંત્રી મનિષાબેન વૈશ્નાણી, કારાભાઇ રાણવા યુવા મોરચાના પ્રમુખ વિનસ હદવાણી, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ રાવલ, મિલન ભટ્ટ, ભાવેશ પોશીયા, રસીક ચનીયારા, જે.એ.કુરેશી તથા બહોળી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે મિડિયા કવરેજ કેતન નાંઢા તથા યસ ચુડાસમાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!