તાપમાનનો પારો ફરી ૧.૬ ડિગ્રી ચડયો, ૩૯.૬ ડિગ્રી નોંધાયું : બફારાથી લોકો પરેશાન

0

વાતાવરણમાં આવેલા બદલાવની સાથે પારો ફરી ૧.૬ ડિગ્રી વધતા મહતમ તાપમાન વધી ૩૯.૬ ડિગ્રી નોંધાયું હતું અને ગરમી વધવાની સાથે ભેજને લીધે બફારો પણ થતા લોકો પરેશાન થઈ ગયા હતા. ગુરૂવારે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહ્યા બાદ રાત્રિનું તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું હતું. રાતભર ગરમી રહ્યા બાદ શુક્રવારની સવારે લઘુતમ તાપમાનનો પારો ૨૭.૯ ડિગ્રીએ સ્થિર થવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકાએ પહોંચી ગયું હતું જેના પરિણામે સવારથી બફારોનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. અને શુક્રવારનું મહતમ તાપમાન ૩૮ ડિગ્રી રહ્યા પછી ૨૪ કલાકમાં એટલે કે શનિવારે તાપમાન ૧.૬ ડિગ્રી વધીને ૩૯.૬ નોંધાતા ફરી ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું અને ગરમીથી રાહત હવામાં ઓગળી ગઈ હતી. ગરમીની સાથે બપોરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા રહ્યું હતું જેના પરિણામે બફારાએ લોકોને અકળાવી દીધા હતા.

error: Content is protected !!