મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી બે યુવાનો જૂનાગઢમાં વેપલો કરતા ઝડપાયા

0

મુંબઈથી એમડી ડ્રગ્સ લાવીને જૂનાગઢમાં યુવા ધનને બરબાદ કરવાના ઈરાદે નશાનો વેપલો ચલાવતા બે ઈસમોને જૂનાગઢ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે બંને આરોપી પાસેથી રર.૧ ગ્રામ ડ્રગ્સ, રોકડ, મોબાઈલ ફોન, બાઈક સહિત કુલ રૂા.૮.પર લાખના મુદ્દામાલ સાથે ચોબારી ફાટક નજીક જુનો બાયપાસ ઝાંઝરડા રોડ ઉપરથી ઝડપી પાડયા છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોબારી ફાટકથી ઝાંઝરડા ચોકડી તરફ જતા રસ્તે મહારાજા પેલેસ નામના કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનો પાસે છેલ્લા ઘણા મહિનાઓથી નશાનો કારોબાર ચાલી રહ્યો હતો. આ બાબતે જૂનાગઢ જીલ્લા એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢેક મહિનાથી જાગૃત નાગરિકો દ્વારા જણાવેલ કે બે યુવાનો નાની-મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈના મલાડ વિસ્તારમાંથી લાવી અને જૂનાગઢ શહેરની કોલેજ અને યુનિવર્સિટીની આસપાસ અને ઝાંઝરડા રોડ ઉપરથી યુવા ધનને ડ્રગ્સ આપી નશાનો કારોબાર ચલાવી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, એ ડીવીઝનના પીઆઈ વત્સલ સાવજ અને ટેકનિકલ ટીમને સાથે રાખીને ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને ઈસમોની તમામ મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. તેમજ તેમની સાથે ગુજરાત બહાર જાય તે સમયે કોણ કોણ લકો તેની સાથે સંપર્કમાં છે. જેના આધારે કુલ ૭થી ૮ લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ખાનગી કપડા અને ખાનગી વાહનો સાથે આશરે ૧પ૦થી વધુ કર્મચારીઓ અને ૧૪ જેટલા અધિકારીઓની ટીમ કામે લાગ હતી. દરમ્યાન ઝાંઝરડા રોડ ઉપરથી ડ્રગ્સ માફીયા ધવલ જગદીશભાઈ સીસાંગીયા ધંધો-વાણંદ કામ(ઉ.વ.ર૭) રહે.ઝાંઝરડા રોડ અને યુગાંત હરેશભાઈ વાઘમશી(ઉ.વ.ર૪) રહે.જૂનાગઢ વાળા પાસેથી રર.૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિ.રૂા.ર,ર૧,૦૦૦, મોબાઈલ ફોન ર જેની કિ.રૂા.૬૦,૦૦૦, રોકડા રૂા.પ,૦૧,૦૦૦ અને મોટરસાઈકલ ર જેની કિ.રૂા.૭૦,૦૦૦ મળી કુલ રૂા.૮,પર,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. દરમ્યાન પોલીસની ચેકિંગ ડ્રાઈવમાં ઝાંઝરડા ચોકડી સહિતના આસપાસના વિસ્તારોમાંથી ડ્રગ્સના બંધાણી થયેલ આઠ યુવકોને પણ ઝડપી લીધા હતા. જાેકે તમામ યુવકોને ડ્રગ્સના રવાડે વધુ ન ચડે તે માટે માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. આ બંને યુવાનો જૂનાગઢના યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સની પડીકી બનાવી વહેંચતા હતા. ૧ ગ્રામ ડ્રગ્સની પડીકીના રૂા.રપ૦૦થી ૪૦૦૦ લેતા હતા તેવું પ્રાથમિક પુછપરછમાં ખુલ્યું છે અને જૂનાગઢમાં ડ્રગ્સ કોને કોને આપતા હતા ? કેટલા સમયથી નશાનો કારોબાર કરતા હતા ? તે દિશામાં પોલીસે વધુ તપાસ ધરી છે.

error: Content is protected !!