જૂનાગઢમાં લર્નિંગ ઇન્ટરશીપ કરતી યુવતી ઉપર સિવિલ હોસ્પિટલના તબીબે દુષ્કર્મ આચર્યું

0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડો. કેતન પરમાર સામે ૨૧ વર્ષની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. જૂનાગઢની યુવતીએ શનિવારની રાત્રે નોંધાવેલી ફરિયાદ મુજબ તેણી આયુર્વેદ તબીબનો બીએચએમએસનો અભ્યાસકરતી હોય વેકેશનમાં આવી હતી અને શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લર્નિંગ ઈન્ટરશીપ શરૂ કરી હતી. એક અઠવાડિયાના લર્નિંગ ઇન્ટરશીપ દરમ્યાન સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમા ફરજ બજાવતા ડો. કેતન પરમાર ખાનગી હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન કરવા જતા હતા અને તેણે યુવતીને લર્નિંગ ઇન્ટરશીપ માટે દર્દીના ઓપરેશનના ફોટા મોકલીશ તેમ કહી તેના વ્હોટસએપ નંબર મેળવી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતીે. બાદમાં યુવતીને કારમાં બેસાડી ધમકી આપી તેણી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ શનિવારની રાત્રે ફરિયાદ કરતા તાલુકા પોલીસે તબીબ કેતન પરમાર વિરૂધ્ધ કલમ ૩૭૬ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ ફરિયાદની સાથે જ આરોપી ડોક્ટર નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. મહિલા પીએસઆઇ જે.ડી. દેસાઈ વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!