કેશોદના બામણાસામાં ૨૪ લાખ વસુલવા વ્યાજખોરોએ દોઢ વર્ષની બાળકીને ફેંકી દંપતિને

0

કેશોદના બામણાસામાં રહેતો નિલેશ અને તેમના પત્ન નયના, બાળકી ત્રણેય કતકપરા ગામે જતા હતા એ સમયે રસ્તામાં જ બે શખ્સે આંતરી માર માર્યો હતો અને મોબાઈલ પણ ઝુંટવી લીધા હતા. બાદમાં પોતાના ઘરે લઈ જઈ રૂમમાં પુરી દંપતિને માર માર્યો હતો અને બાળકીને ફળીયામાં ફેકી દીધી હતી. પતિને બચાવવા વચ્ચે પડેલી પત્નીને પણ ઈજા થતા જૂનાગઢ સારવારમાં ખસેડાઈ હતી અને નિલેશનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મરણ જનાર નિલેશભાઇના પિતા હાજાભાઇ રામભાઇ વાઢિયાએ જણાવ્યું કે, અમે અમારી વાડીએ ગયા હતા ત્યાં ટ્રેકટરનો માઢ ચાલતો હતો અને મારો પુત્ર તેમની પત્ની અને તેની દોઢ વર્ષની પુત્રી જમ્યા હતા. બાદમાં હું કેશોદ રહું છું. એટલે કેશોદ આવતો રહ્યો હતો અને મારો પુત્ર તેમની પત્ની અને દોઢ વર્ષની પુત્રી મારા ભાઇને ત્યાં કતકપરા જતાં હતા અને બામણાસાથી નિકળ્યાં ત્યારે આરોપીઓ પાછળથી બાઇક લઇને આવ્યા હતા અને મારા પુત્ર અને પુત્રવધુને માર માર્યો હતો અને કહ્યું હતું કે, ગાડી લઇ લે અને મારા ઘરે આવ તે દરમ્યાન તારે પડકારો પણ કરવો નહીં. બાદમાં રૂમમાં પુરી દંપતિને માર માર્યો હતો અને દોઢ વર્ષની બાળકીને ફળિયામાં ફેંકી દીધી હતી અને મહેશ હરદાસ નંદાણીયા, દિનેશ હરદાસ નંદાણીયા અને હરદાસ પીઠા અને તેમના ઘરનાં ચારેયે માર માર્યો હતો. ચાર વર્ષ પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા હતા અને દર મહિને પાંચ લાખ રૂપિયાનું વ્યાજ દેતા હતા. બાદમાં નોટરી કરાવ્યું હતું અને ફરી વખત રિન્યુ કર્યું હતું અને મે ૩૪ લાખ ૬૦ હજાર રૂપિયા ભર્યા હતા. બાદમાં દોઢ મહિના પહેલાં મને ધાક ધમકી દેવા આવ્યા હતા ત્યારે મેં આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. એટલે મને દવાખાને લઇ આવ્યા હતા. બાદમાં કહ્યું હતું કે, મારી ભુલ થઇ ગઇ હું દારૂ પી ગયો હતો. તમે અમારા પૈસા આપી દીધા છે. જાેકે, ફરી વખતે ૨૪ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી યુવાને કહ્યું હતું કે, મારા પિતા પાસે જાઉ અને મહિલાને ઘરમાં પુરી દીધી હતી. જાેકે પતિને બચાવવા વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા પહોંચી હતી.

error: Content is protected !!