બિલખાના નવાગામમાં જમાઈની સાથે મળી સસરાએ શરૂ કરેલ ઓનલાઇન જુગાર ધામનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી ૭ શખ્સને ઝડપી લઇ ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. હાલ રાજકોટમાં બિલખા હાઉસ કસ્તુબા ટેલીફોન એક્સચેન્જ પાસે ગવર્મેન્ટ ક્વાર્ટર સામે શ્રોફ રોડ વિસ્તારમાં રહેતા અને મૂળ બિલખાનાં ભવાનીસિંહ હરિચંદ્રસિંહ વાળાએ તેના અમદાવાદમાં રહેતા જમાઈ રૂદ્રદત કુલદીપસિંગ ગોહિલ સાથે મળીને બિલખાના નવાગામમાં પ્રભુનો પીપળો વિસ્તારમાં આવેલ પોતાના મકાનમાં માણસો રાખી કોમ્પ્યુટર ઉપર અલગ અલગ વેબસાઈટ મારફતે ઓનલાઈન ગેમ ઉપર જુગાર રમાડતા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન ભવાનીસિંહ વાળા તેમજ તેમજ રાખેલા માણસો મહુવાના પૃથ્વી હરિભાઈ બારૈયા, ગાંધીધામના જતીન સુરેન્દ્ર છીપા, મુન્દ્રાનો દીપ અતુલ ઠક્કર, બનાસકાંઠા જિલ્લાના સમધી ગામનો પ્રકાશ બાબુ ચૌહાણ, ચારાડિહનો રંજીત જગદીશ રાણા સહિત ૭ શખ્સને ઝડપી લઇ લેપટોપ, ૧૬ મોબાઈલ, રોકડ સહિત ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.