જૂનાગઢમાં કરિયાવરમાં કંઈ લાવેલ નથી કહી પરિણીતાને પતિ, સાસુનો ત્રાસ

0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં પિયરને ત્યાં સવા વર્ષથી રિસામણે રસીલાબેન(ઉ.વ.૨૪)નાં લગ્ન ૨૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ જેતપુરના સૂરજ નાથાભાઈ ચુડાસમા સાથે થયા હતા. લગ્ન બાદ બે મહિના ઘરસંસાર સારી રીતે ચાલ્યા પછી પ્રાથમિક શાળામાં આચાર્યની નોકરી કરતા સાસુ મીનાક્ષી બેન અને પતિ ઘરમાં પૂરીને પોતાના કામ ઉપર ચાલ્યા જતા હતા. અને આડોશ પાડોશમાં જવા આવવા દેતા નહીં એટલું જ નહીં ક્યાંય બહાર નીકળવા દેતા નહીં. નણંદના લગ્નના દિવસે સાસુએ દાગીના લઈ લીધા બાદ ક્યારેય પહેરવા આપ્યા ન હતા અને કરિયાવરમાં કાંઈ લઈ આવેલ નથી તેમ બોલી તારા પપ્પા પાસેથી પૈસા લઈ આવ તેમ કહી બંને દુઃખ ત્રાસ આપી મારકુટ કરતા હોવાની ફરિયાદ પરિણીતાએ કરતા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. જે. માઢકે તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!