રવની, ઝાપોદડના ૧૦ શખ્સની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

0

ખુન, લૂંટ, ચોરી, ખંડણી, રાયોટીંગ સહિતના ગુના નોંધાયા હતા : રવની ડબલ મર્ડર કેસમાં સામેલ હતા

વંથલી તાલુકાના રવનીમાં બેવડી હત્યા સહિતના ગુનામાં સામેલ રવની, ઝાપોદડ સહિતના ગામના કુખ્યાત દસ શખ્સની ટોળકીનો પોલીસે ગુનાઈત ઈતિ!ાસ મેળવી તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી ચાર શખ્સની અટક કરી હતી. જયારે અન્ય શખ્સ જેલમાં હોવાથી તેનો કબ્જાે મેળવી કાર્યવાહી કરવામાં આવશે. વંથલીની ગુનાહિત ગેંગ વિરૂધ્ધ તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકનો ગુનો દાખલ કરાવતા ગુનેગાર આલમમાં ખળભળાટ મચી ગયો છે. ૧૧ મેના રોજ વંથલી તાલુકાના રવની ગામની સીમમાં રફીક આમદભાઈ સાંધ અને તેના ૧૮ વર્ષીય પુત્ર જીહાલની ફાયરિંગ અને પાઇપ, લાકડી વડે ઝાંપોદડ ગામનાં રહીમ ઉર્ફે ખુરી ઈસા સાંધ તેમજ રવનીના હુસેન અલારખા, જુમા હબીબ, હનીફ ઇસ્માઈલ, અબ્દુલ, ઇબ્રાહીમ, ઇસ્માઈલ ઇબ્રાહીમ અને પોલાભાઈ યુસુફે હત્યા કરી હતી. તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં એસપી હર્ષદ મહેતાની સૂચનાથી કેશોદના ડીવાયએસપી બી. સી. ઠક્કરના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલ સહિતની ટીમે આરોપીઓ વિરૂદ્ધ વધુ પુરાવા એકઠા કરવા તપાસ હાથ ધરતા આરોપીઓ હતિયા ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, રાયોટીંગ, મારામારી, સરકારી મિલકતને નુકસાન, ધાક ધમકી, હથિયાર ધારા ભંગ, જુગાર, ચોરી, ખંડણી સહિતના સંખ્યાબંધ ગુનામાં ૧૦ શખ્સોની ગેંગ સ્વરૂપે સંડોવાયા હોવાનું જણાયું હતું. આથી તેમની વિરૂદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ મુજબ પીઆઈ પટેલે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી ૬ આરોપી જેલમાં હોય અને બાકીના આરોપી ઇમરાન ઉર્ફે ભીખો હબીબ સાંધ, બોદુ અબુ પલેજા, પનીશ ઉર્ફે અનલો ઈસ્માઈલ સાંધ અને ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયાને ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. ગેંગનો ગુનાહિત ઇતિહાસ જાેઈએ તો ૧. ગેંગ લીડર રહીમ ઉર્ફ ખુરી ઈસ્માઈલ સાંધ સામે ૯ ગુના, ૨. ઇમરાન ઉર્ફે ભીખો હબીબ- ૪ ગુના, ૩. હનીફ ઉર્ફે હનો ઈસ્માઈલ-૩ ગુના, ૪. હુસેન અલારખા-૪ ગુના, ૫. અમીન ઇસ્માઈલ-૮ ગુના, ૬. બોદુ અબુ પલેજા-૯ ગુના, ૭. રહીમ ઉર્ફે અંતુડી જુસબ – ૨૪ ગુના, ૮. અનીશ ઉર્ફે અનલો ઈસ્માઈલ-૬ ગુના, ૯. ઈમ્તિયાઝ ઉર્ફે પોલો ઈશા -૪ ગુના, ૧૦. ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયા સામે ૧૬ ગુના નોંધાયા હોવાનું અને જેમાં પકડાયા હોવાનું પીઆઇ જે.જે પટેલ જણાવ્યું હતું. એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, રવની અને ઝાપોદડ વિસ્તારની ગેંગ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી હતી. આ ગેંગના ભય અને ત્રાસમાંથી લોકોને છોડવવા તેમજ ગેંગના અસ્તિત્વને નાશ કરવાનાં ભાગરૂપે તમામ ૧૦ આરોપીઓની ગેંગ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા દોઢ વર્ષ અગાઉ વિસાવદર વિસ્તારની ગેંગ સામે પણ આવો જ ગુનો નોંધવામાં આવ્યો હતો.

error: Content is protected !!