ગાદોઈ ટોલનાકા પાસે મીની ટ્રક સાથે એસટી બસ અથડાતા પાંચ મુસાફરોને ઈજા

0

વંથલી નજીકના ગાદોઈ ટોલ નાકા પાસે મીની ટ્રક સાથે દાહોદ-સોમનાથ રૂટની એસટી બસ અથડાતા પાંચ મુસાફરોને ઈજા થઈ હતી. આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના વલુંડી ગામના બાબુભાઈ માનસિંગ બરજાે(ઉ.વ.૩૯) ગત તા.ર૧ જૂનના રોજ દાહોદ-સોમનાથ રૂટની એસટી બસમાં ઝાલોદથી સોમનાથ જવા માટે નીકળ્યા હતા ત્યારે વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલ નાકા પાસે સાઈડમાં ઉભેલ મીની ટ્રક સાથે એસટી બસના ચાલકે પૂર ઝડપે હંકારી તેની બસ અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાબુ માનસિંગ અને અન્ય ચાર પેસેન્જરને નાની મોટી ઈજા થતા તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત વંથલી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વંથલી પોલીસે બસનાં ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!