જૂનાગઢના દામોદર કુંડ સામે અજાણ્યો યુવક બેભાન હાલતમાં મૃત્યું

0

શહેરમાં દામોદર કુંડ સામે બેભાન હાલતમાં અજાણ્યા યુવકનું મૃત્યું થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દામોદર કુંડ સામે નવી બનાવેલ ટનલ પાસે એક અજાણ્યો ૩૦ થી ૩૫ વર્ષની વયનો યુવાન બેભાન હાલતમાં હોવાની જાણ પિયુષભાઈ વાજાએ કરતા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા ભવનાથ પોલીસે મૃતકની ઓળખ મેળવવા આગળની તપાસ હાથ ધરી હતી.

વંથલીના ઝાપોદડ ગામે માથાના દુઃખાવાથી કંટાળી વૃધ્ધાએ એસિડ પી લેતા મૃત્યું
માથાના દુખાવાથી કંટાળી એસિડ પી લેતા ઝાપોદડનાં વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. વંથલી તાલુકાના ઝાપોદડ ગામે રહેતા કંચનબેન શાંતિભાઈ ડેડાણીયા(ઉ.વ.૬૨) નામના વૃદ્ધાને માથું દુઃખતું હોય જેનાથી કંટાળી જઈને એસિડ પી લેતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. આ અંગે મૃતકના પતિ શાંતિભાઈ ડેડાણીયાનું નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!