કેશોદમાં પ્રેમલગ્ન મુદે જૂનાગઢના યુવક ઉપર સાળા સહિત બેનો હુમલો

0

પ્રેમ લગ્ન મુદે જૂનાગઢના યુવક ઉપર કેશોદમાં સાળા સહિત બે શખ્સે હુમલો કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અગાઉ કેશોદ ખાતે રહેતો અને અત્યારે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ યમુના નગરમાં રહેતો ફિરોજ આમદભાઈ સીડા(ઉ.વ.૩૫)એ વંથલી તાલુકાના ટીનમસ ગામે રહેતા સદામ હુસેનભાઇ સીડાની બહેન સાથે ૧૬ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. દરમ્યાન ફિરોજ સોમવારે સાંજે તેના પિતાને કેશોદની ખાનગી હોસ્પિટલમાં તબિયત બતાવવા માટે લઈ ગયો હતો. બાદમાં હોસ્પિટલ બહાર નીકળી પાર્કિંગમાં પોતાની કાર લેવા ગયો હતો અને કારમાં બેસતાની સાથે સદ્દામ હુસેન અને લાલો મહમદ સીડાએ આવી પ્રેમ લગ્નનાં મનદુઃખથી લાકડાના ધોખા વડે હુમલો કરી ફિરોજને ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં પણ ધોકા મારી કાચ તોડી નાખી બંને શખ્સ નાસી ગયા હતા. આ હુમલામાં ઈજા થતાં યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

error: Content is protected !!