જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૪ જૂનથી ૬ જુલાઇ સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સની પૂરક પરીક્ષાનું આયોજન છે. જેમાં તારીખ ૨૫ ને મંગળવારના રોજ ધોરણ ૧૦માં અંગ્રેજી, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં અંગ્રેજી વિષયનું પેપર હતું. જેમાં ધોરણ ૧૦ માં ૩૯૭ છાત્રોમાંથી ૨૯૫ હાજર, ૧૦૨ ગેરહાજર, ધોરણ ૧૨ સાયન્સમાં અંગ્રેજી પ્રથમભાષામાં ૩૬ છાત્રોમાંથી ૨૮ હાજર, ૮ ગેરહાજર તેમજ અંગ્રેજી દ્વિતીયભાષામાં ૧૫૫ છાત્રોમાંથી ૧૦૩ હાજર અને ૫૨ છાત્રો ગેરહાજર રહ્યા હતા. તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના અર્થશાસ્ત્ર પેપરમાં કુલ ૩૫૮માંથી ૩૧૦ હાજર અને ૪૮ ગેરહાજર તેમજ સંસ્કૃતના પેપરમાં ૧૭૫ માંથી ૧૪૬ હાજર અને ૨૯ ગેરહાજર રહ્યા હતા. આમ, જૂનાગઢ જિલ્લામાં મંગળવારે પૂરક પરીક્ષામાં ધોરણ ૧૦માં ૩૯૭માંથી ૨૯૫ હાજર અને ૧૦૨ છાત્રો ગેરહાજર રહ્યા હતા.