કેશોદમાં યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યું : બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો

0

કેશોદ આંબાવાડી વિસ્તારમાં કાપડની દુકાનમાં નોકરી કરતો અને ગોપાલનગરમાં તેના મોટા બાપા મનસુખભાઇ સાથે રહેતો યશ રાજેશભાઈ ધામેચા(ઉ.વ.ર૩) અળધા દિવસની નોકરી પુરી કરી બપોરે જમવા ઘરે આવ્યો હતો. ત્યારે તેમના પરિવારને યુવક બાથરૂમમાં શંકાસ્પદ રીતે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મોત થયાનું ડોકટરે જાહેર કર્યું હતું. પોલીસે તપાસ કરતાં યુવકના મોતના સ્થળે એક કપડાનો ટુકડો તેમજ લોહીના દાગના નિશાન મળી આવ્યાં હતાં. જાે કે પરિવારે બાથરૂમમાં બેભાન મળી આવેલ યુવકના ગળા ફરતે આ કપડાનો ટૂંકડો વિંટળાયેલો હોય તેવું જણાવતાં પોલીસે તે દિશા તરફ તપાસ ધરી યુવકના પોસ્ટમોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!