ગડોદરનો યુવક કારમાં ૩૩૬ બોટલ દારૂ લઈ જતો ઝડપાયો : ૧,૮૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે

0

કારમાં ૩૩૬ બોટલ ઇંગ્લિશ દારૂ લઈ જતો ગડોદરનો યુવકને પોલીસે ઝડપી રૂપિયા ૧,૮૬,૬૦૦નો મુદ્દામાલ કબજે લઇ૨ શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ચોરવાડના પીએસઆઇ કે. એમ. ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કુકસવાડા ગામ પાસેથી માળીયાહાટીના તાલુકાના ગડોદર ગામનો રાહુલ રાણા ચાવડા જીજે-૦૯-બીસી-૮૦૦૨ નંબરની કારમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે કાર રોકીને તલાસી લેતા કારમાંથી રૂપિયા ૩૩,૬૦૦ ની કિંમતના ઇંગ્લિશ દારૂની ૩૩૫ બોટલ મળી આવી હતી આથી પોલીસે કાર, દારૂ, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧,૮૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ રાહુલ રાણાની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ગડોદર ગામનો રાહુલ રાણા ખાંભલા અને ઉના તાલુકાના લેરકા ગામનો વિપુલ પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા આ બે શખ્સ સામે પણ ગુનો નોંધી પીએસઆઇ ગઢવીએ બંનેની શોધખોળ હાથ ધરી હતી.

error: Content is protected !!