ડ્રગ્સ કેસમાં બંને શખ્સોના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો

0

જૂનાગઢમાં ૨૨.૧ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ વિદ્યાર્થી સહિત આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ૨૩ જૂનના રોજ જૂનાગઢનો વિદ્યાર્થી યુગાંત હરેશ વાઘમશી અને ધવલ જગદીશ સીસાંગીયા રૂપિયા ૨.૨૧ લાખની કિંમતના ૨૨.૧ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ તપાસનીશ તાલુકા પીએસઆઇ ડી. કે. સરવૈયાએ બંનેને ૩ દિવસનાં રિમાન્ડ ઉપર મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ દરમ્યાન આ શખ્સો કોને ડ્રગ્સ આપતા હતા તે અંગે માહિતી મળતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બંનેનાં રિમાન્ડ પૂરા થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતાં પોલીસે આરોપીને જૂનાગઢ જેલમાં મોકલી આપ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે, ધીમે-ધીમે ડ્રગ્સનું દુષણ કોલેજીયન, વિદ્યાર્થીઓ, યુવાનોમાં વધતું જતું જાેવા મળી રહ્યું છે. જેને અટકાવવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે જૂનાગઢ પોલીસ સજાગ બની છે.

error: Content is protected !!