જૂનાગઢ ડીડીઓના કડક વલણ સામે પ્રમુખ સહિતના સભ્યોની મુખ્યમંત્રીને રજુઆત

0

જૂનાગઢ જીલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા સહિતના ૧૬૪ કામ મંજુર કરવામાં આવ્યા છે પરંતુ જીલ્લા વિકાસ અધિકારીના કડક વલણના કારણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથી. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કામ ઠપ્પ થઈ ગયા છે. આ અંગે જીલ્લા પંચાયતના સભ્યોની ફરિયાદ બાદ જીલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યોએ ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને ડીડીઓની ફરિયાદ કરી હતી. જૂનાગઢ જીલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં નોનપ્લાન, સુવિધાપથ સહિતના ૧૬૪ જેટલા કામ મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ જીલ્લા વિકાસ અધિકારીના કડક વલણના કારણે કોઈ એજન્સી કામ કરવા તેયાર નથી. કર્મચારીઓ અને તાલુકાના અધિકારીઓ ફફડે છે. આ અંગે જીલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, પાંચેક માસથી ડીડીઓની કડકાઈના કારણે કામ ઠપ્પ છે. રસ્તાના કામ ઠપ્પ છે. જે કામ થયા ગ્રાન્ટ મંજુર થતી નથી. કામ થયા છે એના બિલની ચુકવણી થઈ શકતી નથી. સરપંચ તેમજ જીલ્લા પંચાયતના સભ્યોએ આ અંગે ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને જીલ્લા પંચાયતના સભ્યો સાથે ગાંધીનગર મુખ્યમંત્રીને મળી ડીડીઓ નિતીન સાંગવાન વિશે રજુઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી. આ અંગે જીલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, મારો મોટાભાગનો કાર્યકાળ આચારસંહિતામાં ગયો છે. આ સમય દરમ્યાન તો કોઈ કામ થયા ન હતા. બાકી નિયમ મુજબ કામગીરી કરવામાં આવે છે. પ્રમુખ અને સભ્યોએ ફરિયાદ કરી હોય એની મને જાણ નથી. આમ, જૂનાગઢ જીલ્લા પંચાયતના અધિકારી અને પદાધિકારી વિકાસ કામના નામે સામસામે થઈ ગયા છે. ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે એ જાેવું રહ્યું.

error: Content is protected !!