જૂનાગઢ મનપા દ્વારા ચોમાસામાં ફરિયાદ મામલે બે કંટ્રોલરૂમ શરૂ કરાયા : કલેકટર, કમિશ્નર દ્વારા કામગીરીનું નિરીક્ષણ

0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈ લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ફરી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા ચોમાસાને લઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સંયુક્ત રીતે વરસાદી પાણીથી જૂનાગઢ શહેરમાં કોઈ હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા થયેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેને લઇ જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાળવા વોંકળાને અત્યાર સુધીમાં વિલીંગ્ડન ડેમથી વંથલી ૯ કિમી સુધીની સાફ-સફાઈ કરવામાં આવી છે. તેમજ શહેરનાં રર જેટલા વોંકળાની ૫૦ % સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવાય છે. તેમજ જૂનાગઢ મનપા દ્વારા ચોમાસા દરમ્યાન લાઈટ અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે બે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. ૦૨૮૫-૨૬૨૦૮૪૧ અને ૦૨૮૫-૨૬૩૦૮૪૧ આ નંબર ઉપર જૂનાગઢના લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશએ જણાવ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષના પૂરના અનુભવને ધ્યાને લઈને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. કાળવા વોંકળાને અત્યાર સુધીમાં વિલીંગ્ડન ડેમથી વંથલી ૯ કિમી સુધીની સાફ-સફાઈ કરવામાં આવી છે.કાળવા વોંકળાને એક થી દોઢ મીટર ઊંડો ઉતારવામાં આવ્યો છે. અને બેથી પાંચ મીટર કાળવાના વોંકળાને પહોળો કરવામાં આવ્યો છે.તેમજ કાળવાના વોંકળામાં પાણી પ્રવાહ ને રોકતા અવરોધો હતા તેને દૂર કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢમાં જે ૨૨ જેટલા વોંકળા જેની લંબાઈ ૧૩૩૦૦ મીટર છે. આ તમામ વોંકળાની ૫૦ % સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં વરસાદ શરૂ છે ત્યારે વરસાદ બંધ થતાં આ કામગીરીનો બીજાે રાઉન્ડ અને ત્યારબાદ ત્રીજાે પણ પૂરો કરી દેવામાં આવશે.કાળવાના વોંકળામાં ૩૦૦ જેટલા પાણીના પ્રવાહને અવરોધ કરતા વૃક્ષો હતા. જે અવરોધના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી થતી હતી. ત્યારે ૩૦૦ જેટલા વૃક્ષો અને પુષ્કળ કચરો આ વોંકળામાંથી દૂર કરવામાં આવ્યો છે. તેમજ શહેરમાં પાણીના પ્રવાહ રોકતી ગટર લાઈન પણ સાફ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૫૦૦ થી વધુ પાણીના પ્રવાહમાં અવરોધ કરતી જગ્યાઓની સફાઈ કરવામાં આવી છે. જૂની ગટર લાઈનોને જે નવી ગટર લાઈનોમાં ઢોળવામાં આવી છે તેના ઉપર જે આરસીસીના ઢાંકણાઓ હતા તેના બદલે લોખંડની જાળીવાળા ઢાંકણાઓ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં જયશ્રી રોડ ઉપરના ઢાંકણાઓ બદલાવી નાખવામાં આવ્યા છે અને આવનાર સમયમાં તમામ જગ્યાઓ ઉપર લોખંડની જાળીવાળા ઢાંકણાઓ બદલી નાખવામાં આવશે. તેમજ શહેરમાં રેલવે સ્ટેશન માર્કેટિંગ યાર્ડ, મોતીબાગ સર્કલ તેમજ જે અન્ય જગ્યાઓ ઉપર પાણી ભરાતું હતું તે જગ્યાઓ ઉપર પાણી ભરાતું બંધ થાય તેના માટેનું પણ એક અલગ આયોજન કરવામાં આવ્યું છે. આવી જગ્યા ઉપરથી દબાણ દૂર કરી પાણી અવરોધ કરતી જગ્યાઓની સાફ-સફાઈ કરવામાં આવી છે. મોતીબાગ એસટી વર્કશોપ માંથી એક પાણીની લાઈન કાળવામાં નાખવામાં આવેલ છે. જેથી કરી મોતીબાગ વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ શકે. શહેરમાં જે જગ્યા ઉપર પાણી ભરાય છે તેના માટે મહાનગરપાલિકા દ્વારા ૧ર જેસીબી અને ૩૦ ટ્રેક્ટર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ ૧૦ ડ્રીવોટ્રિંગ પંપ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. ફાયરના તમામ સાધનો અને મશીનરીઓ પણ તૈયાર રાખવામાં આવી છે. ભવિષ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવી મહાનગરપાલિકાઓમાં જે ૧૦,૦૦૦ લિટરના જે વરૂણ પંપ છે તે જૂનાગઢની મહાનગરપાલિકા પાસે ઉચ્ચ કક્ષાએ ના વોટરીંગ પંપ માટેના ટેન્ડરની પ્રક્રિયા આવનારા દિવસોમાં હાથ ધરાશે. જૂનાગઢ શહેરમાં ૧૬૪ જેટલી જર્જરીત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવેલી છે. જેમાંથી ઘણી ઇમારતોને પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ અન્ય જાેખમી ઈમારતને સીલ કરી દેવામાં આવી છે. તેમજ જે બિલ્ડીંગો જર્જરીત હોય અને માણસો રહેતા હોય તે બિલ્ડીગોને તાત્કાલિક ખાલી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં લાગેલા જાેખમી હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે. તેમજ આ કોડિંગ એજન્સીઓ પાસેથી સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું છે. આરોગ્ય લક્ષી બાબતે પણ તમામ આરોગ્ય વિભાગના સ્ટાફને સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરમાં પાણી ભરાવાના કારણે જે વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે તેના માટે પણ ડ્રોન થી દવાનો છટકાવ કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગમ ચેતીના ભાગરૂપે પ્રિ-મોન્સૂન કામગીરીના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!