ઊના બાર એસોસિએશન દ્વારા પ્રાંત અને મામલતદાર વિરૂધ્ધ વિવિધ ૧૨ મુદ્દાને લઇ મુખ્ય મંત્રીને રજુઆત કરી

0

ઉના પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં અધીકારીઓ પોતાની મનમાનીથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને લાંચ લેવા હોવા અંગે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદન આપી લેખિત રજૂઆત કરાઇ

ઊના બાર એસોસિએશન દ્વારા પ્રાંત અને મામલતદાર વિરૂધ્ધ વિવિધ ૧૨ મુદ્દાને લઇ મુખ્ય મંત્રીને રજુઆત કરી છે. ઉના પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં અધીકારીઓ પોતાની મનમાનીથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને લાંચ લેવા હોવા અંગે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદન આપી લેખિત રજૂઆત કરાઇ હતી. ઉના પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં અધીકારીઓ પોતાની મનમાનીથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને લાંચ લેવા હોવા અંગે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદન આપી લેખિત રજૂઆત કરાઇ હતી. ઉના પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીના અધિકારીઓ ઉપર લાંચ માંગવાના આક્ષેપો થયા છે. નીતિ નિયમો નેવે મુકીને અધીકારીઓ પોતાની મનમાનીથી કાયદાને અવગણીને કામ કરે છે. મોટા પ્રમાણમાં લાંચ લેવામાં આવે છે. આ અંગે ઉના બાર એસોસિએશન દ્વારા વિવિધ ૧ર મુદ્દાને લઇ આ બાબતે રાજ્યના મુખ્ય મંત્રીને સંબોધી ઉના ડેપ્યુટી કલેકટરને લેખિત આવેદન આપ્યું હતું. પ્રાંત કચેરીની અંદર કોઈપણ કામ જેવા કે ખાતેદાર ખેડુતનું પ્રમાણપત્ર, જમીનને લગતા કોઈપણ પ્રકારના કેસ, અપીલ તથા વિવિધ પ્રકારની અરજીઓ કે મંજુરી લેવાની હોય તમામ કામની અંદર પ્રાંત કચેરીના કર્મચારી મનફાવે તેવા રૂપીયાની માંગણી કરે તેવા આક્ષેપો થયા છે. અરજદાર રૂપીયા ન આપે તો અરજીઓ નામંજુર કરી દેવામાં આવે છે. ઉના મામલતદાર અને પ્રાંત કચેરી બંને ઓફીસમાં કંપની મારફત આઉટસોર્સીંગ સ્ટાફ ઘણા વર્ષોથી એકજ જગ્યા ઉપર કામગીરી કરે છે. જેથી તેઓ પણ કામગીરી કરવા માટે લાંચ માંગે છે. લાંચ ન આપવામાં આવે તો કામ થતાં નથી કે કામમાં મોડું કરવામાં આવે છે. ઉના બાર એસોસીએશન એ કરી લેખિત ૨જુઆતમાં જણાવ્યું છે કે, આ અંગે તાત્કાલીક પગલા ભરવા નહિ આવે તો ગાંધી ચીધ્યા માર્ગે પગલાં ભરવાની કડવી ફરજ બજાવવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

error: Content is protected !!