વિસાવદરમાં બેંક ઓફ બરોડા આગળ ગંદકી રાજથી લોકો પરેશાન

0

વિસાવદરની ગાઠાણી હોસ્પિટલ અને બેંક ઓફ બરોડાની બાજુમાં કચરાઓના ઢગલાઓ જાણે મચ્છરોનો ઉપદ્રવ કરવો હોય એવું લાગી રહ્યું છે. બેંક ઓફ બરોડા અને ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં આવેલી જમીન ઉપર ગંદકીરાજથી લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે અને હોસ્પિટલ અને બેંકમાં ભારે પ્રમાણમાં લોકોની અવરજવર ચાલુ જ હોય છે. સાથે સાથે ત્યાં હીરાનું કારખાનું છે અને તેમાં ભારે સંખ્યામાં કારીગરો આવે છે તેમજ આસપાસના વિસ્તારોમાં ધંધાર્થીઓ પણ છે. આ બધાનું સ્વાસ્થ્ય જાેખમમાં છે પણ સતાધીશોને આમાં મલાઈ ના મળે એટલે રસ ના હોય એક તો આખા ગામમાં રસ્તાઓથી લોકો હેરાન પરેશાન છે તેમાં આવા ગંદકી ભર્યા કચરાના ઢગલાઓથી લોકો બિમારીનો ભોગ પણ બની રહ્યા છે. હોસ્પિટલ અને બેંકની બાજુમાં જ ગંદવાડ વિસાવદરમાં બેંક ઓફ બરોડા અને ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં આવેલી જમીન ઉપર ગંદકીરાજથી લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે અને હોસ્પિટલ અને બેંકમાં ભારે પ્રમાણમાં લોકોની અવરજવર ચાલુ જ હોય છે. સાથે સાથે ત્યાં હીરાનું કારખાનું છે અને તેમાં ભારે સંખ્યામાં કારીગરો આવે છે તેમજ આસપાસના વિસ્તારોમાં ધંધાર્થીઓ પણ છે. આ બધાનું સ્વાસ્થ્ય જાેખમમાં છે પણ સતાધીશોને આમાં મલાઈ ના મળે એટલે રસ ના હોય એક તો આખા ગામમાં રસ્તાઓથી લોકો હેરાન પરેશાન છે તેમાં આવા ગંદકી ભર્યા કચરાના ઢગલાઓથી લોકો બિમારીનો ભોગ પણ બની રહ્યા છે.

error: Content is protected !!