પરબધામ ખાતે યોજાનાર સ્વયંભુ લોકમળાની જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ મુલાકાત લીધી

0

લોકમેળાના દરેક સ્થળોનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનો આપી

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ એવમ્‌ લોકમેળાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પરબધામ ની મુલાકાત લઈને લોકમેળાના વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા બપોર બાદ પરબધામ આવી પહોંચ્યા હતા અને સમાધી સ્થળના દર્શન કર્યા હતા. ત્યારબાદ પરબધામ ખાતે યોજાનાર સ્વયંભુ લોકમેળાના વિવિધ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને અલગ-અલગ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ કલેક્ટર આ સાથે પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ, મામલતદાર આઈ. આર. પારગીને પણ લોકમેળા સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ કલેક્ટરનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ તકે જીગ્નેશદાસબાપુ, કેતનદાસ બાપુ અને કનકસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!