દ્વારકાધીશ જગતમંદિરે આવતીકાલે તા.૭ના રવિવારે રથયાત્રા ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે

0

રથયાત્રા ઉત્સવ દર્શન સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી જગતમંદિર પટાગણમાં ઉજવાશે

યાત્રાધામ દ્વારકા જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિર ખાતે રથયાત્રા ઉત્સવ મંદિર પટાગણમાં ધામધૂમ પુર્વક ઉજવાશે. આવતીકાલે તા.૭-૭-૨૦૨૪ રવિવારને અષાઢ સુદ ૨(અષાઢી બીજ)ના દિવસે રથયાત્રા ઉત્સવ હોવાથી મંદિર પટાગણમાં ધામધુમથી ઉજવાશે. શ્રીજીના દર્શન સવારનો ક્રમ નિત્યક્રમ મુંજબ રહેશે. તેમજ રથયાત્રા ઉત્સવ દર્શન સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી ઉજવાશે. ત્યારબાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. સર્વે દર્શનાથીઓને વહીવટદાર દ્વારકાધીશ મંદિર દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!