સોમનાથ આષાઢી બીજે પર્વમય બનશે

0

અષાઢી બીજના મહાપર્વે સોમનાથ વિસ્તાર ભક્તિમય-ઉત્સવમય બનશે. કોળી જ્ઞાતિ વિસ્તાર-સાગર ખેડૂ વિસ્તારમાં આવેલા રામદેવજી મંદિરે ધજારોહણ, પાઠ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે. સમગ્ર દેશમાં આષાઢી બીજે જે રથયાત્રા નીકળે છે. તેમાના ભગવાન બલરામનું પ્રભાસ મહાતીર્થ છે અને અહીંથી જ શેષનાથ સ્વરૂપે પાતાળ લોકમાં પ્રવેશ કર્યો હતો. તેનું આ મંદિર સોમનાથના ગીતામંદિર સાથે આવેલું છે. તો જૂનાગઢમાં પ્રાચીન જગન્નાથ મંદિર આવેલું છે. જયાં લગભગ રપ૦ વર્ષ જુનું આ મંદિર છે. જે મંદિરની સ્થાપના ગટુરામ મહારાજે કરાવેલ હતી. જૂનાગઢના ઈતિહાસ લેખક વિશાળ જાેષી કહે છે ૧૯૪૦થી ૧૯૬૦ દરમ્યાન જગન્નાથજી નામના મહંત ગીરનારની પથ્થર ચટ્ટી જગ્યામાં થઈ ગયા તેઓ ભગવાન જગન્નાથના પરમ ઉપાસક હતા. જેના સાક્ષી આધ્યત્મ સાધક રતિભાઈ જાેષીએ તેમની સાધના અને સાક્ષાત્કારનો અનુભુતિ કરેલ. જૂનાગઢમાંના જગન્નાથ મંદિરની યાત્રા વર્ષો પહેલા ભગવાનની મૂર્તિને બળદગાડામાં બિરાજમાન કરાવી રથયાત્રા કાઢવામાં આવતી હતી. પ્રભાસમાં જગન્નાથ ભગવાન કથાનકો સાથે જાેડાયેલ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો આવેલા છે. એટલું જ નહી લોકમાન્યતા અનુસાર પ્રભાસની એ દિવ્યકથા ઓરિસ્સા સુધી જાેડાયેલી પણ છે.

error: Content is protected !!