દ્વારકા બ્રહાકુંડ પાસે જર્જરિત મકાનની આંશિક પાડતોડ બાદ કામગીરી બંધ…!!

0
દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા જ્યા દરરોજ હજારો યાત્રિકોની ચહલ પહલ હોય એવા બ્રહ્મ કુંડ પાસે વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ હોય જેમાં આશરે 15 જેટલા ભાડુઆતો રહેતા હતા. જર્જરીત બિલ્ડીંગને લઈને હાલ માત્ર છ થી સાત ભાડુઆતો જ રહે છે. આ જર્જરીત બિલ્ડીંગમાં ભાડુઆતો ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરી રહેલ હોવાથી અખબારી અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે.  રવિવારના સવારથી નગર પાલીકાના ચિફ ઓફિસરની હાજરીમાં ખાનગી માલિકીની બિલ્ડીંગનો ઉપરના જર્જરીત ભાગ હથોડા મારી પાડવાનું શરૂ કર્યુ હતું. અનિર્છીય દુર ધટના ધટે તે પહેલા પાલીકા તંત્રએ બિલ્ડીંગના માથેના જર્જરીત ભાગ તોડવાની આજથી કામગીરી શરૂ કરતા ત્યા રહેતા ભાડુઆતોમાં જીવમાં જીવ આવ્યો હતો.
આ પછી આ કામગીરી અધુરી છોડી દેવાઇ હોવાનું જાણવા મળે છે. માત્ર આંશિક તોડપાડ કરાઇ હોવાથી જગત મંદિરે તથા ગોમતી ઘાટે જતા-આવતા યાત્રિકોના જીવનું જોખમ હજુ તોળાઇ રહ્યું છે. આ માટે મકાન માલિક અને ચીફ ઓફિસર વચ્ચે મનમેળ થયાનું ચર્ચાઇ છે.
error: Content is protected !!