દ્વારકામાં મહોરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ : કલાત્મક તાજીયા ઝુલુસમાં મુસ્લીમ બિરાદરો જાેડાયા

0

મહોરમ એ હઝરત ઈમામ હુસેન અલય્હિસ્સલામે અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે કરબલામાં ઈસ્લામ ધર્મના સંસ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોંતેર સાથીઓ સાથે સત્ય માટે દસ દસ દિવસ ભૂખ્યા રહી શહાદત વહોરી હતી. ઈસ્લામ ધર્મમાં આજના પર્વનું વિશેષ મહત્વ છે. રાજયના અન્ય શહેરોની જેમ દ્વારકામાં પણ હજારો મુસ્લીમ બિરાદરોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં રંગબેરંગી લાઈટીગથી શણગારેલ કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા હતા. આયોજક કમીટી તથા સ્વયંસેવકો દ્વારા મુસ્લીમ બિરાદરોમાં ઠંડા પીણા, શરબત, દૂધની વાનગી બનાવી દાન પુણ્ય કરાયા હતા.

error: Content is protected !!