AACA અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રિપબ્લિક ડે નિમિત્તે ૯મો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતા પૂર્વક યોજાયો

AACA અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રિપબ્લિક ડે નિમિત્તે ૯મો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતા પૂર્વક યોજાયો

અમદાવાદ તા.ર૮
AACA અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રિપબ્લિક ડે પર ૯મો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતાપૂર્વક યોજાયો હતો. એડવર્ટાઇઝિંગ એસોસિએશન અને મીડિયા ફ્રેટર્નિટી તથા સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ દ્વારા ૧૬૦ યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર બ્લડ ગુજરાત કેન્સર સોસાયટી ખાતે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ડાયરેક્ટ ડોનેટ કરવામાં આવ્યું છે. AACA ૩૫ વર્ષનાં સેલિબ્રેશન દરમ્યાન વિવિધ ઇન્ડસ્ટ્રી ઇનિશિયેટિવ્સ સાથે નોબલ સોશિયલ કોઝ માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહી છે.