જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં મુખ્ય કોષાધ્યક્ષ તરીકે નિતિન સુખવાણીની વરણી : વ્યાપક આવકાર સાથે અભિનંદન

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં મુખ્ય કોષાધ્યક્ષ તરીકે નિતિન સુખવાણીની વરણી : વ્યાપક આવકાર સાથે અભિનંદન

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેર ભાજપનાં સંગઠનનાં હોદેદારોની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે ત્યારે જૂનાગઢનાં સિંધી સમાજનાં વરીષ્ઠ અગ્રણી અખિલ ભારત લાડી લોહાણા પંચાયતનાં પૂર્વ અધ્યક્ષ કાળુભાઈ (ભાગચંદ) સુખવાણીનાં સુપુત્ર શ્રી નિતિન ભાગચંદ સુખવાણીની જૂનાગઢ શહેર સંગઠનમાં મુખ્ય કોષાધ્યક્ષ પદે વરણી કરવામાં આવતા તેને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની તાજેતરમાં જાહેરાત થયા બાદ શહેર અને જીલ્લા ભાજપ સંગઠનનાં હોદેદારોની પણ ગુજરાત ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અન્ય જીલ્લાની સાથે સાથે જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં જૂનાગઢ શહેર ભાજપ સંગઠનનાં ત્રણ મહામંત્રી, ૮ ઉપપ્રમુખોની જાહેરાત થઈ છે તેમજ ૮ મંત્રી સહિત વિવિધ મોરચાઓનાં પ્રમુખ - ઉપપ્રમુખની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ સાથે જ જૂનાગઢ શહેર સંગઠનમાં મુખ્ય કોષાધ્યક્ષ તરીકે નિતિન સુખવાણીની વરણી કરવામાં આવતા તેને આવકારવામાં આવી રહેલ છે. સિંધી સમાજ માટે પણ ગૌરવશીલ બાબત છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા દ્વારા થયેલી આ જાહેરાતને સર્વત્ર વધાવવામાં આવી રહેલ છે.