સોરઠમાં ફુંકાતો ઠંડો પવન : કાતિલ ઠંડીનું જોર વધ્યું

0

નાતાલ પર્વથી આ વર્ષે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બર્ફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ડિસેમ્બર માસ પુરો થઈ ગયો છે અને જાન્યુઆરી માસનું પ્રથમ પખવાડીયું શરૂ થઈ ગયું છે. ત્યારે ઠંડીનાં પારામાં ચડ ઉત્તર થયાં રાખે છે. દિવસ દરમ્યાન જૂનાગઢ અને સોરઠ પંથકમાં લોકો ગરમ વસ્ત્રો ધારણ કરીને અવરજવર કરતાં હોય છે અને મોટા ભાગે કામ સિવાય બહાર નીકળવાનું લોકો પસંદ નથી કરતાં તો બીજી તરફ તાપણાની મોસમ પણ પુર બહારની ખીલી ઉઠેલી છે. ઉંધીયું, ઓળો, ભરેલ રિંગણા સહિતની આઈટમોની લોકો જિયાફત માણી રહ્યાં છે. આ ઉપરાંત કાવોની રેકડીઓ ઉપર લોકોની લાઈનો લાગે છે તેમજ વહેલી સવારે નાળીયેર પાણી પણ લોકો પિતાં જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ ગરમ વસ્ત્રોની બજારોમાં પણ તેજીનો દૌર ચાલી રહ્યો છે.
ગિરનાર ક્ષેત્રમાં પણ કાતિલ ઠંડીને કારણે જનજીવનને અસર પહોંચી રહી છે. જો કે પ્રવાસી બસો ભરાઈ-ભરાઈને ભવનાથ વિસ્તારમાં આવતી હોય છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન ૧૬.૦૪, લધુત્તમ ૧પ.૦પ, ભેજ ૮૧ ટકા અને પવનની ગતિ પ.ર રહેવા પામી હતી.

error: Content is protected !!