જૂનાગઢમાં દિવાનચોક ખાતે બેન્ક કર્મચારીઓના સુત્રોચ્ચાર

0

કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સબંધિત વિવિધ નીતિઓને લઈને લોકોમાં રોષ પ્રગટી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારથી નારાજ એવા કેન્દ્રીય કર્મચારીઓ, બેન્કોના કર્મચારીઓનાં ર૦૦ થી વધુ મોટા સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી છે ત્યારે આજે દેશભરમાં વ્યાપક હડતાળ સરકારી કર્મચારીઓની છે ત્યારે જૂનાગઢમાં રાષ્ટ્રીયકૃત બેન્કના કર્મચારીઓએ આજે દિવાનચોક ખાતે દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા.