જૂનાગઢમાં પ્રેમાનંદ વિધામંદિર ખાતે અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ

0

ભારત સરકાર દ્વારા આ વર્ષને ડો.વિક્રમભાઈ સારાભાઈ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. જે અન્વયે અમદાવાદ ઈસરો દ્વારા બે દિવસીય અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો જૂનાગઢ, પ્રેમાનંદ વિદ્યામંદિર તથા બ્રહ્માનંદ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે આજથી પ્રારંભ થયો છે.
આ પ્રદર્શન આજે અને આવતીકાલે સવારના ૧૦ થી સાંજના પ કલાક સુધી પ્રેમાનંદ વિધામંદિર, બિલનાથ મંદિર, વંથલી રોડ જૂનાગઢ ખાતે યોજવામાં આવી રહ્યું છે. આજે અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂ. શ્રી મુકતાનંદજીબાપુ, જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ, પ્રેમાનંદ વિદ્યામંદિરના ડાયરેકરટ માતંગભાઈ પુરોહિત અને મહાનુભાવોના હસ્તે થયો હતો. આ પ્રદર્શન નિહાળવા અનુરોધ કરેલ છે.