જૂનાગઢમાં ઉત્તરાયણની મોજ માણતા નગરજનો : એ…. કાપ્યો છે… ના નારા દિવસ દરમ્યાન ગુંજી ઉઠ્યા

0

જૂનાગઢ તા. ૧પ
મકરસંક્રાંતિ પર્વનાં સુપ્રભાત સાથે જ ગઈકાલે વહેલી સવારથી જ જૂનાગઢના નગરજનોએ પતંગ ઉડાવવાની ઉત્સાહભેર મોજ માણી હતી અને આ સિલસિલો સાંજના સાત વાગ્યા સુધી યથાવત રહ્યો હતો. ઠેર-ઠેર અગાસી અને ધાબા ઉપર લોકો પોતાના પરિવારજનો સાથે એ… ઉડી, એ…ઉડી.., એ… ગઈ.. અને કાપ્યો છે ના ગગનભેદી નારાઓ અને બ્યુગલો વચ્ચે વર્ષો બાદ પતંગ ઉડાવવાની સાચા અર્થમાં મોજ માણી હતી.