જૂનાગઢ તા. ૧પ
તાપમાનમાં ભારે ઘટાડો થતાં ગિરનાર પર્વત ખાતે હાડ ધ્રુજાવતી ૩.પ ડીગ્રી ઠંડી અનુભવાય છે જયારે ૮.પ ડીગ્રી તાપમાનથી જૂનાગઢનાં જનજીવનને પણ ભારે અસર પહોંચી છે. ગિરનાર પર્વત ઉપર અતિશય ઠંડીને કારણે પ્રવાસીઓ સહીતનાં લોકો ઠુંઠવાઈ ગયા હતાં. ગિરનાર પર્વત ખાતેનાં જળ†ોત પણ બર્ફીલા થઈ ગયા હતાં. તેમજ વન્ય જીવો પણ ઠંડીથી ધ્રુજી ઉઠયા હતાં.
જૂનાગઢ અને સોરઠ પંથકમાં કાતિલ ઠંડીનો દૌર યથાવત છે અને જનજીવન પ્રભાવિત રહ્યું છે. છેલ્લા એક પખવાડીયાથી સમગ્ર ગુજરાતભરમાં અસહ્ય અને કાતિલ ઠંડી રહી છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરી એમ બે દિવસ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં શિયાળામાં કમોસમી વરસાદ થતાં ખેત પાકોને નુકશાન પહોંચ્યું છે. ગઈકાલે સવારથી જ ઠંડા પવનો સાથે કાતિલ ઠંડી રહી હતી અને દિવસ દરમ્યાન જળવાયેલી આ ઠંડીએ લોકોને ફરજીયાત ગરમ વ† ધારણ કરવા પાડયા હતા. ગીરનાર ક્ષેત્રમાં પણ ફુલગુલાબી ઠંડી જાવા મળી હતી. આ ઠંડીને કારણે પશુ, પક્ષીઓને પણ અસર પહોંચી છે. ભવનાથ તળેટી ખાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ફેરફાર નહોતો અને પ્રવાસીઓની બસો અવિરત ચાલુ રહી હતી. ઠંડીના પ્રમાણમાં જાઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૧૧.૮ અને લઘુતમ તાપામાન ૮.૦પ રહ્યું હતું. ભેજ ૮૬ ટકા અને પવનની ગતિ ૩.૭ રહી છે.