ર૦ર૦ના નવા વર્ષની શુભ શરૂઆત અને પ્રથમ એવા જાન્યુઆરી માસનાં પંદર-પંદર દિવસો પૂરા થયા છે ત્યારે નવા વર્ષના આગમનને જાણે મનભરીને વધાવતી હોય તેમ ઠંડીનો કહેર સતત વરસી રહ્યો છે. નીચા તાપમાનને કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત બનેલ છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના નવ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ઉતરી જતાં કડકડતી ઠંડીથી બચવા તાપણા અને ગરમ વ†ોનો સહારો લોકો લઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજયમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલીયામાં છે અને ગીરનાર ક્ષેત્રમાં ૭.૧ ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્ર કચ્છના નવ શહેરમાં લઘુતમ તાપમાન નોંધાયું હતું. અત્રે ઉલ્લ્ખનીય છે કે ગઈ કાલે તાપમાનમાં ભારે ઘટાડો થતાં ગિરનાર પર્વત ખાતે હાડ ધ્રુજાવતી ૩.પ ડીગ્રી ઠંડી અનુભવાય હતી. જયારે ૮.પ ડીગ્રી તાપમાનથી જૂનાગઢ શહેરનાં જનજીવનને પણ ભારે અસર પહોંચી હતી. ગિરનાર પર્વત ઉપર અતિશય ઠંડીને કારણે પ્રવાસીઓ સહીતનાં લોકો ઠુંઠવાઈ ગયા હતાં.