જૂનાગઢ શહેરમાં ચીલઝડપનાં ગુનાઓ વધી રહ્યા છે તેમાં વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવમાં જયસુખભાઈ વાલમભાઈ મારૂ (ઉ.વ. ૬૦, રહે બંટીયા, તાલુકો વંથલી)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ર૯-૧-ર૦ર૦ના કલાક ૧૪.૩૦ દરમ્યાન બસ સ્ટેશન વિસ્તાર નજીક બનેલા બનાવ અંગે જણાવેલ છે કે, આ કામના આરોપીએ આ કામના ફરિયાદી પોતાના ખેતરની કૃષિ ઉપજ માંડવી તેમજ અડદની હરરાજી બાદ તેમની દિકરીના લગ્નની ખરીદી માટે રૂ. ૧,૦૭,૦૦૦ સાથે લઈને માર્કેટીંગ યાર્ડ જૂનાગઢ આવેલ ત્યારે માલ વેંચીને તેના રૂ. ૧૯,૩૪૦ તથા સાથે લાવેલ રૂ. ૧,૦૭,૦૦૦ પૈસા લઈને માર્કેટીંગ યાર્ડથી જૂનાગઢ બસ સ્ટેશન જવા રીક્ષામાં બેઠેલ ત્યારે લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીના સામેના રોડ ઉપર ઉતરીને બસ સ્ટેશન તરફજતા હોય ત્યારે રસ્તામાં વચ્ચે આ કામના આરોપીએ ફરિયાદીને દવાખાનાના કામે મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈ ડો. ઠુંમરના દવાખાનાની બાજુમાં એક કોમ્પ્લેક્ષની નીચેની જગ્યાએ લઈ ગયેલ અને રસ્તામાં આ કામના આરોપીએ એકદમ ફરિયાદીના બંને ખિસ્સામાંથી કુલ રૂ. ૧,ર૬,૩૪૦ની ચીલઝડપ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.