નાણામંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે જીડીપી ગ્રોથ ૧૦ ટકાનાં દરે વધવાનો લક્ષ્યાંક મુકયો છે. વર્ષ ર૦૧૯-ર૦માં રૂ. ર૬.ર૯ લાખ કરોડનો ખર્ચ કર્યો છે જયારે મહેસૂલી ખાદ્ય ૩.૮ ટકા રહેશે મહેસૂલી ખાદ્ય ૦.પ૦ ટકા વધારો થશે તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું. કોર્પોરેટ ટેકસ દર ૧પ ટકા લાવવામાં આવેલ છે. નવા ઈન્કમટેક્ષ સ્લેબની જાહેરાત કરતા નાણામંત્રીએ કહયું કે, રૂ. પ થી ૭ લાખ સુધીની આવક માટે માત્ર૧૦ ટકા ટેકસ ભરવાનો રહેશે. ૭.પ લાખથી ૧૦ લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા ટેકસ ભરવાનો રહેશે. રૂ. ૧૦ થી રૂ. ૧ર.પ થી ૧પ લાખ સુધીની આવક માટે ર૦ ટકા અને ૧ર.પ થી ૧પ લાખ સુધીની આવક માટે ૩૦ ટકા ટેકસ ભરવાનો રહેશે. આમ ઈન્કમટેક્ષનાં દરોમાં ઐતિહાસીક કટોતી કરવામાં આવી છે રૂ.પ લાખ સુધીની આવક ઉપર કોઈ જ ઈન્કમટેકસ લાગુ થશે નહી. તેમજ સરકારે અન્ય મહત્વની જાહેરાતમાં ડીવીડન્ડ ડીસ્ટબ્યુશન ટેકસ સમાપ્ત કરી દીધો છે તેમજ કરદાતાએ નવી અથવા જુની બંને ટેક્ષ સીસ્ટમમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે વર્ષ ર૦ર૦-ર૧નું સામાન્ય બજેટ રજુ કરતી વખતે પંડીત દિનાનાથ કૌલની કાશ્મીરી ભાષાની કવિતા સાથે બજેટ વાંચન કરવાની શરૂઆત કરી હતી. નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર મોંઘવારીને કાબુમાં લેવા માટે સફળ થઈ છે. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જવાનો લક્ષ્યાંક છે, અમે તમામનાં વિકાસ સાથે આગળ વધી રહયા છીએ. જીએસટી એક ઐતિહાસીક પગલું હતું જેનાથી દેશની અર્થવ્યવસ્થાનો સુધાર થયો છે. બજેટનો મુખ્ય ફોકસ કિસાન, ગ્રામ્ય અને ગરીબો ઉપર રહયું છે, ર૦૧૯માં સરકારનું દેવું ઘટીને જીડીપીનાં ૪૭.૧ ટકા થયું, વડાપ્રધાન ફસલ યોજનાથી દેશનાં ૬.૧૧ કરોડ કિસાનોને ફાયદો થયો, તેમણે વધુમાં જણાવતા કહયું કે, અન્નદાતાને સરકાર ઉર્જા દાતા બનાવવા માંગે છે. ૬૦ લાખથી વધુ કરદાતાઓને કરપ્રણાલીમાં જાડવામાં આવ્યા છે, ખેતીની સાથે સોલાર એનર્જીને પણ ઉત્તેજન આપવામાં આવી રહયું છે. ર૦૧૯-ર૦નાં નાણાંકીય વર્ષમાં ર૮૪ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. ૧પ લાખ કિસાનોને નવી સોલાર ઉર્જા પહોંચાડવામાં આવી છે. પાણીની અછત વાળા દેશનાં ૧૦૦ જીલ્લાઓમાં એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, કિસાનો માટે મોદી સરકારની કુસુમ યોજના અંતર્ગત પંપસેટ અપાશે આ યોજના અંતર્ગત ર૦ લાખ કિસાનોને સોલાર પંપ આપવામાં આવશે. પડતર બિનઉપજાવ જમીન ઉપર સરકાર સોલાર પ્લાન્ટ લગાવશે, ખેડૂતો માટે વેરહાઉસ બનાવવામાં આવશે, ગ્રામીણ મહિલાઓ માટે ધાન્યલક્ષ્મી યોજના લાવવામાં આવશે, કિસાનો માટે ખાસ કિસાન રેલ બનાવવામાં આવશે આ ટ્રેન મારફત દૂધ, માંસ અને માછલીનું પરીવહન કરવામાં આવશે તેમ નાણામંત્રીએ જણાવ્યું હતું. કિસાનો માટે હવાઈ ઉડાન યોજના અંતર્ગત કૃષિ પેદાશોનાં પરીવહન માટે ખાસ વિમાન ફાળવવામાં આવશે, મત્સ્ય પાલન માટે સાગર મીત્ર યોજના લાવવામાં આવશે, ર૦રપ સુધીમાં પાલતું પશુઓની બિમારી નાબૂદ કરવામાં આવશે, કિસાનોને લોન આપવા માટે રૂ.૧પ લાખ કરોડનું ફંડ ફાળવવામાં આવશે, ર૦રપ સુધી ૧૦.૮ કરોડ ટન દૂધનું ઉત્પાદન કરવામાં આવશે અને ર૦ર૩ સુધી ર૦૦ લાખ ટન માછલીનું ઉત્પાદન કરવામાં આવશે આમ નાણામંત્રી સીતારામને આ બજેટમાં મુખ્યત્વે કિસાન કેન્દ્રીત જ રાખ્યું છે. તેમણે વધુમાં કહયું કે, આયુષ્યમાન ભારત યોજનાથી ર૦ હજાર હોસ્પીટલો જાડાયેલી છે, ર૦રપ સુધીમાં ભારતને ટીબી મુકત બનાવવાનો નિર્ધાર છે, ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન શરૂ કરવામાં આવશે, પ્રધાનમંત્રી જન આરોગ્ય માટે ૬૯ હજાર કરોડની ફાળવણી કરાશે, જળ, જીવન મિશન માટે ૩.૬ લાખ કરોડની ફાળવણી કરાશે, સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવાશે, ૧ર,૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે, નેશનલ પોલીસ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સીક યુનિ.ની સ્થાપના કરવામાં આવશે, મિશન ઈન્દ્ર ધનુષ અંતર્ગત વધુ પાંચ ટિકા (રસીકરણ) નો સમાવેશ કરવામાં આવશે,