બે કરોડની કિંમતના વિદેશી દારૂનો રોલર ફેરવી નાશ કરતી પોલીસ

0

જૂનાગઢ જીલ્લાનાં તમામ પોલીસ મથકોમાંથી વર્ષ ર૦૧૭થી ર૦૧૯ દરમ્યાન ૮૧ ગુનામાં ૬પ૪ર૧ દારૂની બોટલો કબ્જે કરાઈ હતી

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં દારૂ કબ્જે કરવામાં આવેલ હતો. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી નાશ કરવાનું કાર્ય પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. કોરાટ, પ્રોબ. પીએસઆઇ કે.જે.પટેલ, દ્વારા કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી ગઈકાલે આશરે બે કરોડની કિંમતના વિદેશી દારૂનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢના એસડીએમ જે.એમ.રાવલ, મામલતદાર એચ.વી.ચૌહાણ તથા ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક એમ.બી. સોલંકી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એચ. કોરાટ, કે.જે.પટેલ, ભવનાથ પીએસઆઇ પી.વી. ધોકડીયાની હાજરીમાં સુખપુર ગામની વડાલ રોડ ઉપર પડતર સરકારી ખરાબાની જમીન ખાતે નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. હુસેનભાઇ, નાથાભાઈ, વિરમભાઇ, હિતેશભાઈ, પો.કો. જૈતાભાઈ, સંજયસિંહ, તેમજ એસ. ડી.એમ કચેરીના અનીલભાઈ, વિશાલભાઈ, દિલુભાઈ, કિરીટભાઈ સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં જૂનાગઢ પોલીસ સ્ટેશનના સને ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીના કુલ ૮૧ ગુન્હાની વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ બોટલો નંગ ૬૫૪૨૧ કિંમત રૂ. ૧,૯૭,૮૧,૬૭૫/- ના મુદ્દામાલનું રોલર ફેરવી અને વડાલ રોડ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૧૭ થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો. આ પહેલાં પણ છેલ્લા બે માસ પહેલા જુનાગઢ ડીવિઝનના એ, બી અને સી પોલીસ સ્ટેશનો ખાતે પકડાયેલ આશરે એક કરોડ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા વિસાવદર ખાતે આશરે ૬૦ લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ હતો. આમ, છેલ્લા ત્રણ માસમાં જૂનાગઢ ડિવિઝન દ્વારા આશરે સાડા ત્રણ કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે.

error: Content is protected !!