જૂનાગઢની મેડીકલ કોલેજમાં દીપડો ઘુસી જતાં ભયનો માહોલ, તબીબો, વિદ્યાર્થીઓ સર્ચમાં જોડાયા

0

જૂનાગઢમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડો ઘૂસી આવ્યાની જાણ થતા દીપડાને શોધવા માટે તબીબો પણ રાત્રે જોડાયા હતા. મેડીકલ કોલેજમાં દીપડો ઘુસી જતાં મેડીકલ કોલેજના કેમ્પસમાં ફફડાટ ફેલાયો છે જેથી રાત્રિના સમયે મેડીકલ કોલેજના ડીન અને ડોક્ટરોની ટીમે દીપડાને શોધવા માટે સર્ચ શરૂ કરેલ છે. મેડિકલ કોલેજથી હોસ્ટેલનો એક જ રસ્તો છે ત્યાં દીપડો દેખાતા ડરનો માહોલ છવાયો છે જેથી હવે ખૂંખાર દીપડો આવી ચઢતા મેડીકલ કોલેજના તબીબો, વિદ્યાર્થીઓ દીપડાને શોધવા માટે વનવિભાગની ભૂમિકા ભજવતા જોવા મળી રહેલ છે.