જૂનાગઢ મનપા દ્વારા માર્ગ ઉપરનાં ધંધાર્થીઓને ધંધા બંધ રાખવા આદેશ

0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર તુષાર સુમેરાની સુચના મુજબ દબાણ શાખા દ્વારા એસટી રોડ, ટીંબાવાડી, મધુરમ વિસ્તાર, મોતીબાગ, ભવનાથ, ઝાંઝરડા રોડ ઉપર આવેલ શાકભાજીની માર્કેટ-૩ને બંધ કરવા સુચના દેવામાં આવેલ છે. ઉપરોકત સ્થળો ઉપર ખાણીપીણીની લારીઓ તથા રસનાં ચીચોડા તેમજ દોલતપરામાં ભરાતી ગુજરી બજાર બંધ કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ શહેરમાં રેસ્ટોરન્ટને સરકારનાં આદેશ મુજબ ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરવામાં આવેલ છે. તેમ મનપાની એક યાદીમાં જણાવેલ છે.