ગુજરાત હાઈકોર્ટમાં માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તત્કાલ કેસોની જ સુનાવણી હાથ ધરાશે

0

અમદાવાદ. તા,૨૪
હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ દ્વારા આજે એક આદેશ જારી કરવામાં આવ્યો કે હાઇકોર્ટમાં હવેથી એટલે કે આજથી માત્ર અત્યંત તાત્કાલિક કેસ હોય તેવાજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે અને તે પણ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. કોઈપણ વકીલને કે વાદીને પોતાના કેસની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી ઈચ્છા હોય તો તેઓએ ઓનલાઇન હાઈકોર્ટને જાણ કરવાની રહેશે અને જો હાઈકોર્ટને યોગ્ય જણાય તો આવા કેસની સુનાવણી માત્રને માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવશે. વિડિયો કોન્ફરન્સિંગ માટે હાઈકોર્ટ દ્વારા સુનિશ્ચિત ઝૂમ કલાઉડ મીટિંગ એપ્લિકેશન દ્વારા આ પ્રકારના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ માટે જે તે કેસના વકીલ ને ઝૂમ કલાઉડ મિટિંગની લીંક એસ.એમ.એસ દ્વારા મોકલવામાં આવશે. જે લિંક વકીલે માત્રને માત્ર આ કેસ સાથે જોડાયેલા વાદી પ્રતિવાદી સાથે જ શેર કરવાની રહેશે અને આ લીંક થકી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. નવા કોઈ કેસની સુનાવણી કે ફાઇલિંગ કરવામાં આવશે નહીં પણ જો અત્યંત તાત્કાલિક મેટર હોય તો વકીલ દ્વારા પોતાના રજીસ્ટર્ડ ઈમેલ ઉપરથી સ્કેન કરેલી સોફ્‌ટ કોપી ીકૈઙ્મૈહખ્ત.ખ્તેદ્ઘરષ્ઠજ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બઉપર અરજી કરવાની રહેશે અને તે કેસની કોપી તેઓ સરકારી વકીલને સિવિલ મેટર માટે ીકૈઙ્મૈહખ્ત.ખ્તેદ્ઘરષ્ઠખ્તp,જ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ક્રિમિનલ મેટર માટે ીકૈઙ્મૈહખ્ત.ખ્તેદ્ઘરષ્ઠppજ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ તથા કેન્દ્ર સરકાર ને સંલગ્ન મેટર માટે ીકૈઙ્મૈહખ્ત.ખ્તેદ્ઘરષ્ઠટ્ઠજખ્તજ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઉપર મોકલી શકશે. જો અરજીની સુનાવણી અત્યંત તાત્કાલીક હાથ ધરવાની જરૂર જણાશે તો એસ. એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે. કોર્ટ ફી કે એફિડેવિટ ફાઇલ કરવા માટેની ફી હાલ પૂરતી વૈકલ્પિક રાખવામાં આવી છે પણ જ્યારે હાઇકોર્ટ સામાન્ય રીતે કામ કરતી થાય ત્યારે આ ફીની જોગવાઈઓ પૂર્ણ કરવાની રહેશે. અરજી અથવા પિટિશનના તમામ કાગળો ઉપર અરજદાર કે પીટીશન કરતાની સહી હોવી. કે તેના અધિકૃત એજન્ટની સહી હોવી જરૂરી જરૂરી છે અને જે તે કેસમાં વકીલ તરીકે હાજર રહેવા માંગતા વકીલની આ પિટિશનના તમામ દસ્તાવેજો અને કાગળ પર સહી હોવી જરૂરી હોવી છે. તેમજ આ તમામ કાગળોની સોફ્‌ટ કોપી પી.ડી.એફ.ફોર્મેટમાં સ્કેન કરીને ફાઇલ કરવાની રહેશે.

error: Content is protected !!