સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢ શહેર અને જીલ્લા માટે રૂ.રપ લાખની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરી

0

જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે ઉપચાર તેમજ સાવચેતીના સાધનો માટે જૂનાગઢ મહાનગર વિસ્તારમાં રૂ.૧૦ લાખ અને જૂનાગઢ જીલ્લા માટે રૂ.૧પ લાખ મળી રૂ.રપ લાખ તેમજ ગિર સોમનાથ જીલ્લા માટે રૂ.રપ લાખની ગ્રાન્ટ પોતાના સાંસદ તરીકેની વર્ષ ર૦૧૯-ર૦ની ફાળવી આપવા સબંધીત જીલ્લાના આયોજન અધિકારીને ભલામણ સાથેની દરખાસ્ત કરી છે.
જૂનાગઢના જાગૃત અને લોકોના પ્રશ્નો પ્રત્યે સતત કાળજી રાખી અને જયા પણ જરૂર પડે ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં માહેર એવા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જે તત્કાલ આરોગ્યલક્ષી સેવાઓ માટે જરૂર પડે ત્યા પોતાની સાંસદ તરીકેની ગ્રાન્ટ જૂનાગઢ શહેર, જૂનાગઢ જીલ્લો અને ગીર સોમનાથ જીલ્લા માટે ફાળવી દેવાની દરખાસ્ત કરી છે. હાલ કોરોના વાયરસની ગંભીર બીમારીનું સંકટ તોળાઈ રહયો છે ત્યારે કોરોનાના આ સંક્રમણને અટકાવવાના ભાગરૂપે ઉપચાર અને સાવચેતીના સાધનો માટે જરૂરીયાત મુજબની ગ્રાન્ટ ફાળવવા રજૂઆતો કરી છે. જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જૂનાગઢ જીલ્લા આયોજન અધિકારીને એક પત્ર પાઠવી અને જણાવ્યું છે કે, ર૦૧૯-ર૦ની સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી સ્થાનીક વિકાસ યોજના કુદરતી અને માનવ સર્જીત આફતો જેવી કે, કોરોના સંક્રમણ (સીઓવીઆઈએનડી-૧૯) હેતુ ઉપચાર અને સાવચેતીના સાધનો માટે ગ્રાન્ટ ફાળવવા જણાવેલ છે. જૂનાગઢ મહાનગરના વિસ્તાર માટે કોરોના સંક્રમણને ખાળવા માટે માસ્ક, સેનેટાઈઝર, પર્સનલ પ્રોટેકટીવ ઈકવ્યુપમેન્ટ માટે રૂ.૧૦ લાખ તેમજ જૂનાગઢ જીલ્લામાં માસ્ક-સેનેટાઈઝર, પર્સનલ પ્રોટેકટીવ ઈકવ્યુપમેન્ટ માટે રૂ.૧પ લાખ મળી કુલ રૂ.રપ લાખની સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવવા રજૂઆત કરી છે. આ ઉપરાંત સાંસદની ગ્રાન્ટમાંથી જૂનાગઢ મહાનગર માટે રૂ.૧૦ લાખ પર્સનલ અને સોરઠ જૂનાગઢ જીલ્લામાં રૂ.૧પ લાખ એમ મળી રૂ.રપ લાખ વહીવટી તંત્ર, સેવા સાથે જાડાયેલા સંસ્થાઓને ફાળવવા દરખાસ્ત કરી છે. આ ઉપરાંત ગિર સોમનાથ જીલ્લા માટે પણ વર્ષ ર૦૧૯ અને ર૦ની ગ્રાન્ટમાંથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ઉપચાર અને સાવચેતીના સાધનો માટે માસ્ક, સેનેટાઈઝર, પર્શનલ પ્રોટેકટીવ ઈકવ્યુપમેન્ટ માટે કુલ રૂ.રપ લાખની ગ્રાન્ટ વહીવટી તંત્ર તેમજ આમજનતા માટે ખરીદી કરવાની ભલામણ સાથેનો પત્ર જૂનાગઢ જીલ્લા આયોજન અધિકારી તથા ગિર સોમનાથ જીલ્લા આયોજન વિભાગને પાઠવી અને તત્કાલ વ્યવસ્થા કરવા યોગ્ય કરવા જણાવેલ છે.

error: Content is protected !!