બહાર ખરીદી કરવા જાવ કે ગમે ત્યાં જાવ ૧ મીટરનું અંતર રાખવું અનિવાર્ય

0

કોરોનાં મહામારીનો પ્રકોપ દેશ દુનિયામાં ફેલાઈ ગયો છે ત્યારે મેડીકલ નિષ્ણાંતો અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાનાં સંક્રામણથી બચવા માટે બે વ્યકિત વચ્ચે ૧ મીટર (૩ ફુટ)નું અંતર રહેવું અનિવાર્ય છે ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં જેતપુર તાલુકાનાં અમરનગર ગામમાં અનાજ-કરીયાણાની દુકાન પ્રોવિઝન સ્ટોરનાં વેપારીએ સમજદારી પૂર્વક દુકાન સામે ગોળ વર્તુળ બનાવી આવનાર ગ્રાહકો માટે ગાઈડ લાઈન નકકી કરી આપી છે. જેમાં દરેક ગ્રાહક વર્તુળમાં જ ઉભો રહે અને બે વ્યકિત વચ્ચે ૧ મીટરનું અંતર જળવાઈ રહે તે જાઈ શકાય છે. નાના એવા અમરનગર ગામની દુકાનમાં કરવામાં આવેલી ઉપરોકત સ્વયંભુ વ્યવસ્થાનો ફોટો હોટસએપ ઉપર વાયરલ થઈ ગયો છે.