ગુજરાતમાં કોરોનાએ ત્રીજી વ્યકિતનો ભોગ લીધો – પોઝીટીવ કેસ ૪૩

0

ગાંધીનગર તા.૨૬
આજે સવારે ગુજરાત રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે રાજયમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૪૩ ઉપર પહોંચી ગયો છે અને કોરોના વાયરસના કારણે વધુ બે લોકોના દુઃખદ અવસાન થયેલ છે. આ સાથે જ રાજયમાં કુલ ૩ લોકોના કોરોનાના કારણે ભોગ લેવાયા છે.
ગતસાંજે રાજકોટમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે સવારે ભાવનગરમાં પ્રથમ કેસ નોંધાયો અને તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. ભાવનગરમાં ૭૦ વર્ષીય વૃધ્ધ મહિલાનું કોરોનાથી મૃત્યુ નિપજયું છે. તે સાથે સૌરાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. જયારે ગઇકાલે ૮૫ વર્ષીય મહિલા જે સાઉદીથી પરત આવ્યા હતા તેમનું કોરોના પોઝીટીવ થયા બાદ અમદાવાદ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેણે ૨૨ માર્ચના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજ્યમાં અમદાવાદમાં ૧૫ કેસ, સુરતમાં ૭, રાજકોટમાં ૪, કચ્છમાં ૧, વડોદરામાં ૮, ગાંધીનગરમાં ૭ કેસ પોઝિટિવ છે. ભાવનગરમાં કોરોનાથી દર્દીનું મોત નીપજ્યું છે.

error: Content is protected !!