નવી દિલ્હી, તા.૨૬ઃ દેશમાં કોરોના વાયરસના કારણે આવી પડેલી સંકટની દ્યડીના સમયે નાગરિકોને બને તેટલી ઓછી તકલીફ પડે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે રાજય સરકારો અને કેન્દ્ર સરકાર જનતાની શક્ય તેટલી મદદ કરી રહી છે. આ માટે કેન્દ્ર સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારના રોજ કહ્યું હતું કે, ઈમરજન્સી સેવાઓમાં લાગેલા લોકો માટે સરળતાથી કામ કરી શકે તે માટે કામચલાઉ ધોરણે દેશના નેશનલ હાઈવે આવેલા ટોલ પ્લાઝા ટેક્સ નહીં આપવો પડે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ને જોતા આદેશ આપવામાં આવે છે કે, દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર ટોલ લેવાનું કામ બંધ કરવામાં આવે. આનાથી ઈમરજન્સી સેવામાં લાગેલા લોકોને જરૂરી સમય બચાવવામાં મદદ મળશે.