જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ હતી. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાસ કરીને જૂનાગઢ શહેરની પોલીસ દ્વારા કોરોના વાયરસના કહેરનાં કપરા સંજોગોમાં રાત-દિવસ લોકડાઉન બંદોબસ્તની કડક કાર્યવાહી સાથે પ્રજા કલ્યાણના કાર્યો કરવામાં આવતા હોય, પ્રજામાં પોલીસની ડયુટી પ્રત્યે ઘણો જ માન અને આદરભાવ ઉતપન્ન થયાના ઘણા પ્રસંગો સર્જાયા છે. એવી જ એક ઘટના જૂનાગઢ શહેર ખાતે બહાર આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમા બંદોબસ્ત અને લોક ડાઉન સબબ પેટ્રોલિંગ દરમ્યાન જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે લંબે હનુમાન મંદિર પાસે રહેતી એક યુવતી રસોઈ બનાવતા દાઝી ગયેલ હતી. યુવતીના સગા સંબંધીઓએ રિક્ષાએ મંગાવવા માટે ફોન કરેલા પણ ૧૦૮ પણ લોક ડાઉનની પરિસ્થિતિમાં રોકાયેલ હોવાનું જાણી, હાલમાં લોકડાઉન પરિસ્થિતિમાં રિક્ષાવાળા કોઈ આવવા તૈયાર ન હતા. દરમ્યાન ભવનાથ પીએસઆઇ પી.વી.ધોકડીયા, હેડ કોન્સ્ટેબલ ભીમાભાઈ, રામદેભાઈ, યુસુફભાઈ, મુકેશભાઈ, વિપુલસિંહ, અશ્વિનભાઈ સહિતના સ્ટાફની ટીમ લોક ડાઉન સંબંધે પેટ્રોલિંગમાં હોય અને ત્યાંથી પસાર થતા આ બાબતની જાણ થઈ હતી દરમ્યાન પોતાની સરકારી મોબાઇલમાં દાઝી ગયેલ મહિલાને બેસાડી, સરકારી દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ તકે યુવતીના કૌટુંબીઓએ ભવનાથ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.