સરદારપરાનાં સૂર્યમંદિરનાં મહંત અને સરગમ ગૃપ દ્વારા જરૂરીયાતમંદોને ફુડ પેકેટનું કરાયું વિતરણ

0

જૂનાગઢ શહેરમાં સરદારપરામાં આવેલ સુર્યમંદિરનાં મહંત જગજીવનદાસ બાપુ દ્વારા લોકો ઉપર જયારે સુખ-દુઃખરૂપી ભાર આવે છે ત્યારે હરહંમેશ સહાય માટે તે આગળ હોય છે. હાલ કોરોનાનાં ભયંકર વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન પ્રવર્તી રહયો છે ત્યારે જૂનાગઢનાં જરૂરીયાતમંદ લોકોને સહાય માટે જગજીવનદાસ બાપુનાં માર્ગદર્શન હેઠળ હરહંમેશ આપતકાળ સમયે સરદારપરા પ્રફુલચોકનાં સરગમ ગૃપનાં તમામ મેમ્બરો ખંભેખંભા મીલાવી સાથ આપે છે.
જયારથી લોકડાઉનની અમલવારી જૂનાગઢ શહેરમાં થઈ રહી છે અને જયાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી સુર્યમંદીરનાં મહંત જગજીવનદાસ બાપુનાં વડપણ હેઠળ સરગમ ગૃપનાં મેમ્બરો વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોને ફુડ પેકેટનું વિતરણ કરશે. ગઈકાલે વોર્ડ નં. ૬માં ખલીલપુર ચોકડથી શાંતેશ્વર મંદિર વિસ્તાર, ઓઘડનગર વિસ્તારમાં ફુડપેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું. અને જા કોઈ આ ભગીરથ કાર્યમાં સહાય આપવા માંગતા હોય તો સુર્યમંદિરનાં મહંત જગજીવનદાસ બાપુનો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.