ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય-વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. જો કે, ગઈકાલે ચાર દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રે હાશકારો લીધો છે. આ ચારેય દર્દીઓ વેરાવળ સરકારી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહયા હતા. જેઓનો ગઈકાલે રીપોર્ટ નેગેટીવ આવતા અને તબીયત સારી હોવાથી રજા આપી દેવામાં આવી છે. હાલ આઇસોલેશ વોર્ડમાં કોરોના પોઝીટીવ આવેલા બંન્ને દર્દીઓની સારવાર ચાલી રહી છે. જયારે ગઈકાલે વધુ બે વિદેશી પેસેન્જરોને હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જયારે ગઈકાલે નવા પાંચ પેસેન્જરને કોરોન્ટાઈન ફેસેલીટીમાં નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય શાખા અને તાલુકા આરોગ્ય શાખાના આરોગ્ય કર્મચારી, આશા વર્કર, અને આંગણવાડી સહિત ૨૩૭૭ કર્મચારીઓએ ઘરે ઘરે જઈ ૬૨ ટકા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.