જૂનાગઢમાં ખોટા મેસેજ વાયરલ કરતાં ૩ સામે ફરીયાદ

0

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.વી.કુવાડીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આ કામનાં આરોપી રાજેશભાઈ નરશીભાઈ મઘોડીયા સથવારા અને આરોપી મો.૯૯૭૯૯ ૮૮૦રર વાળાઓને જાહેરશાંતી ભંગ કરવાના ઈરાદે ભયજનક ખોટા તેમજ બે કોમો વચ્ચે વૈમનશ્ય થાય તેવી અને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ વાઈરલ કરી અફવા ફેલાવી લોકોમાં ભય તથા દહેશતનો માહોલ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતાં ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય એક બનાવમાં આ કામનાં આરોપી ગૌરવકુમાર ધિરજલાલ ભીમાણી (રહે.ઝાંઝરડા) વાળાને પોતાના ગૌરવ ભીમાણી નામનાં ફેસબુક એકાઉન્ટ ઉપર જાહેરશાંતી ભંગ કરવાના ઈરાદે અફવા ફેલાવી પોસ્ટ વાઈરલ કરતાં તેને પણ ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે.