કેશોદનાં અગતરાય ખાતે જુના મનદુઃખે મારામારી : સામસામી ફરીયાદ નોંધાઈ

0

કેશોદ તાલુકાનાં અગતરાય ખાતે રહેતાં ઈસ્માઈલભાઈ મામદભાઈ હિંગોરાએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમભાઈ હુસેનભાઈ હિંગોળા તેમજ આશીફ રસીદ હિંગોળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદ સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ હીંગોળા મોટરસાયકલ લઈને પોતાની વાડીએ જતા હોય તે દરમ્યાન આ કામનાં આરોપીઓ તલવાર અને પાઈપ સાથે આવી અને કહેલ કે તારો ભાઈ રસીદ મામદ જયારે નીકળે છે તયારે મારી સામે બોલાચાલી કરે છે જેથી કોઈને નીકળવા નહીં દઉ તેમ કહી આરોપીઓએ ગાળો કાઢી તલવાર તથા લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો છે. જયારે આ બનાવ અંગે સામાપક્ષે પણ સલીમભાઈ હુસેનભાઈ હિંગોરાએ સાહીલ ઈબ્રાહીમ હિંગોળા, હનીફ જુસબ હીંગોળા, રાજુ મામદ હીંગોળા, રસીદ મામદ હીંગોળા, ગુલ મામદ હીંગોળા અને યુનુસ ઓસમાણભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીનાં ભત્રીજા આશીફ સાથે બોલાચાલીનું મનદુઃખ રાખી ફરીયાદીનાં ઘરે આરોપી તલવાર તથા લાકડાનાં ધોકા ધારણ કરી ફરીયાદી તથા સાહેદને ગાળો કાઢી ફરીયાદીનાં માથામા તલવારનો ઘા મારી અને સાહેદને આડેધડ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.