વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘લોકડાઉનનું પાલન કરો અને કોરોના મુક્ત બનો’ અભિયાનનો આજે ૯મો દિવસ

0

ભારતનાં દિર્ધદ્રષ્ટા અને લોકોની આરોગ્ય, સલામતી-સુરક્ષા માટે સતત ખેવનાં રાખનાર અને નાનામાં નાની વ્યકિત પ્રત્યે પણ સંવેદના રાખી અનેક સહાયકારી યોજનાઓ જાહેર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા કોરોનાં વાયરસનાં ગંભીર પ્રકારનાં રોગચાળાને નાથવા અને જારદાર લડાઈ આપવા માટેનાં પ્રથમ રણશીંગારૂપ રર માર્ચે જનતા કફર્યુ બાદ ર૪ તારીખે મધ્યરાત્રીનાં લોકડાઉન જાહેર કરી દિધેલ. આ લોકડાઉનને આજે ૯મો દિવસ છે. લોકડાઉન દરમ્યાન કોઈપણ પ્રકારની અગવડતા સામાન્ય જનતાથી લઈ ગરીબ વર્ગનાં લોકોને પણ ન પડે તે માટેની પ્રજાલક્ષી સહાયક અને મદદ માટે બેઠી સરકારની પંક્તિને સાર્થક કરતી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સહાયકારી યોજનાઓની સરાહના અને આવકારવામાં આવી રહી છે. તો આ સાથે જ ર૧ દિવસનાં લોકડાઉન બાદ શું ? નો પ્રશ્ન પણ લોકોને મુંઝવી રહ્યો છે અને આજથી જ લોકડાઉનનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આગામી ૧ર દિવસ બાદ વડાપ્રધાનશ્રીનાં થનારાં પ્રેરક ઉદ્‌બોધન ઉપર સમગ્ર દેશવાસીઓની મીંટ મંડાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌનાં કલ્યાણ, સૌની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલ લોકડાઉન કાઉન્ટ-ડાઉનનાં તબક્કામાં પ્રવેશી ગયું છે અને ર૧ દિવસનાં અંતે શું ? તે તરફ દેશવાસીઓ આતુર નયને મીંટ માંડી રહ્યાં છે તો બીજી તરફ પોતાનાં પ્યારા ભારતવાસીઓને કોઈ અગવડતા ન પડે તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રહે તેમજ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને જરૂરી તમામ સુવિધા મળે રહે તેવા સુંદર આયોજન અને વ્યવસ્થા કરનારા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારની જાગૃત સરકારની લોકકલ્યાણની કામગીરીની સર્વત્ર સરાહના લોકોમાં થઈ રહી છે.
કોરોનાં વાયરસનાં સંક્રમણને અટકાવવા તેમજ ભારતવર્ષની ૧૩૦ કરોડથી વધારે લોકોની સલામતી-સુરક્ષા અને કલ્યાણની ખેવના કરી આ ગંભીર પ્રકારની બિમારીનાં પ્રતિકાર સ્વરૂપે તેમાંથી બચવાનાં એકમાત્ર ઉપાય તરીકે લોકડાઉનનું શ† છોડવામાં આવ્યું હતું અને લોકો પાસે ર૧ દિવસની મુદ્દત માંગી હતી. આજે લોકડાઉનને ૯ દિવસ થયાં છે અને હવે ગણતરીનાં ૧ર દિવસો જ બાકી રહ્યાં છે. આ સમયગાળા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની સરકાર દ્વારા લોકોનાં આરોગ્યની તો ચિંતા કરી જ છે અને સાથે-સાથે લોકડાઉનની આ સ્થિતીમાં આર્થિક ફટકો અને અર્થ-વ્યવસ્થા ઉપર પડેલી ગંભીર અસરોને ખાળીને પણ આમ જનતાની જનકલ્યાણ અને આરોગ્યની ખેવના કરી તેઓની સંભાળ રાખવા તબીબી અને સુરક્ષાનાં પગલા ભર્યા છે. તેમજ આવી પડેલી પરિસ્થિતીમાં પણ જનજીવન ધબકતું રહી શકે, ગરીબનાં ઘરે પણ ચુલો સળગતો રહે અને તેમને પણ કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટેનાં સહાયનાં પેકેજા જારી કરવામાં આવેલ છે. લોકોને જાઈતી ચીજવસ્તુઓ મળી શકે તેવી વ્યવસ્થા સાથે સતત ૩ માસ સુધી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ કેટેગરીમાં આવતાં રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની સહાય અને માર્ગદર્શન હેઠળ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા પણ અનેક પગલાંઓ લોકોની સહાય માટે લઈ રહેલ છે. ગઈકાલે ૧ એપ્રિલથી રેશનીંગની દુકાનો ઉપરથી નિયમ મુજબ રેશનીંગ કાર્ડ ધારકોને જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ અને રેશનીંગનો પુરવઠો વિનામુલ્યે મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ઉજજવલા યોજનાનાં લાભાર્થીઓને ત્રણ માસ સુધી ગેસ સિલિન્ડર મળી શકે તે માટેની સહાયરૂપ ૩ માસની રકમ ગેસધારકોનાં ખાતામાં જમા કરી દેવાનો નિર્ણય પણ લીધો છે. તેમજ ખેડૂતોના લોન ઉપરનાં ત્રણ માસનું વ્યાજ માફ કરવાની જાહેરાત કરી છે. કામદારોથી લઈ મજુરો સુધી અને જરૂરીયાતમંદ તમામ વર્ગોને એક સાંકળરૂપે સાંકળી લઈ બનતી મદદ પહોંચાડવાની સુચારૂં વ્યવસ્થાની સર્વત્ર સરાહના થઈ રહી છે.

error: Content is protected !!