લોકડાઉન દરમ્યાન ધંધા-રોજગાર મોટા ભાગનાં બંધ હોય મધ્યમ વર્ગનાં તથા ઉચ્ચતર વર્ગનાં લોકોની પણ અનેક વ્યથા છે સરકારે તેનાં માટે ઓછા વ્યાજની બેન્કેબલ પણ યોજના જાહેર કરવા માંગણી

0

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે તમામ પ્રકારનાં ધંધા-રોજગાર હાલ ઠપ્પ જેવી સ્થિતીમાં છે. કામ ધંધાવાળા માણસો રોજગારી વિહોણા બની ગયા છે તેવા સંજાગોમાં ગંભીર પરિસ્થિતી ઉદભવી છે. સરકારે ગરીબ વર્ગ અને જરૂરીયાતમંદ લોકો માટે અનેક સહાયકારી યોજના જારી રહી છે ત્યારે મધ્યમર્વગનાં લોકો તથા ઉચ્ચ્તર વર્ગનાં લોકો માટે પણ વિવિધ સહાયક યોજનાઓ જાહેર કરવાની લાગણી અને માંગણી મધ્યમવર્ગનાં લોકોમાં ઉઠવા પામી છે.
લોકોમાં ચર્ચાતી વિગત અનુસાર લોકડાઉનને કારણે મધ્યમ વર્ગનો ભોગ લેવાઈ રહયો છે વેપાર-ધંધા ઠપ્પ છે. દુકાનો બંધ રહેવાથી દરેક મધ્યમ વર્ગ, ઉચ્ચતર વર્ગ મુશ્કેલીમાં મુકાઈ રહયો છે. સરકારી નોકરીયાતોને કોઈ મુશ્કેલી નથી. પરંતુ મધ્યમ વર્ગનો અને નાના ઉદ્યોગ વેપાર ધંધો કરતા વેપારીઓનો મરો થઈ રહયો છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચત વર્ગનાં ધંધામાં મદદ થાય તે માટે હળવા વ્યાજની લોન અંગે યોજના બનાવવા વેપારી જનતામાંથી માંગ ઉઠી છે. ખેડૂતોને ત્રણ માસનાં વ્યાજની માફી કરાઈ છે. માત્રને માત્ર મધ્યમ વર્ગનો, ઉચ્ચ્તર વર્ગનો મરો શા માટે ? તેવો સવાલ જનતામાંથી ઉઠી રહયો છે.