સીનીયર સીટીઝનોની વ્હારે આવતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા સિનિયર સિટીઝનોને તકલીફમાં હોય તો એક મોબાઈલ નંબર જાહેર કરી લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો પોલીસ મદદ કરશે તેવી જાહેરાત કરી સિનિયર સીટીઝન હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે. આ સિનિયર સીટીઝન હેલ્પ લાઈનનું સંચાલન પોલીસ કંટ્રોલ રૂમ મારફતે કરવામાં આવે છે. જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સિનિયર સીટીઝન હેલ્પલાઇન ઉપર તા. ૩૦-૩-૨૦ ના રોજ મોબાઈલ ફોન ઉપર (૧) જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામનાં ૭૫ વર્ષના બચુબાપા એકલા રહે છે અને કોઈ રોજીરોટીની વ્યવસ્થા નથી. મદદ કરવા જાણ કરવામાં આવેલ હતી. (૨) તેજ રીતે જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ રોડ ઉપર રતિલાલ ચનાભાઈને મજૂરી બંધ થયેલ હોઈ, ખાવાની ચીજ વસ્તુઓની અછત પડેલ હોઈ, મદદ કરવા જાણ કરવામાં આવેલ હતી. જે આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી.યુ. સોલંકી, કૃણાલ પટેલ, હે.કો. કમલેશભાઈ, નાથાભાઇ, ભૂપતસિંહ, માનસિંહ, સંજયસિંહ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા ડુંગરપુર ગામે પહોંચી, બચુબાપાને અનાજની કીટ આપવામાં આવેલ હતી તથા સરપંચને મળી જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. એજ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફના વિજયભાઈ, હરેશભાઇ, મેપાભાઈ સહિતનાને સાથે રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. સોલંકીની માહિતી આધારે રતિલાલ ચનાભાઈને મળી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાશનની કીટ પહોંચાડવા તજવીજ કરવામા આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા ડુંગરપુરના સિનિયર સીટીઝન બચુબાપા તથા ખામધ્રોળના શ્રમજીવી રતિલાલ દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
એજ રીતે તા. ૩૧-૩-૨૦ ના રોજ સિનિયર સીટીઝન હેલ્પ લાઇન ઉપર (૧) મુહૂકુમાર શ્યામસે રહે. મીરાનગર, જૂનાગઢ, (૨) સૂર્યકુમાર સોલંકી, રહે. મીરાનગર, જૂનાગઢ, (૩) નિમુબેન કુકડીયા રહે. ગણેશનગર જૂનાગઢના હાલમાં લોકડાઉન ચાલુ હોય જમવાના સામાનની અછત હોઈ, રાશન ખૂટી ગયેલ હોઈ, પોતે ઉંમરલાયક હોઈ, મદદ માટે ફોન આવતા કંટ્રોલ ઇન્ચાર્જ એ.એસ.આઇ. કનુભા, નારણભાઇ તથા કુલદીપસિંહ સહિતના સ્ટાફની ટીમ દ્વારા ડીવાયએસપી આર.વી. ડામોર, સી ડિવિઝન પીએસઆઇ એન.કે. વાજા, સહિતની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક ચારેય જરૂરિયાતમંદના ઘરે પોલીસની મોબાઇલમાં કીટ પહોંચાડી દીધી હતી. જૂનાગઢ પોલીસનો સિનિયર સીટીઝન હેલ્પ લાઇન ઉપર રિસ્પોન્સ જોઈને સિનિયર સિટીઝનો ભાવવિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયીત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું

error: Content is protected !!